ગુજરાત વડી અદાલતના નવનિયુક્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ અરવિંદ કુમારને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં રાજભવન ખાતે આયોજિત સમારોહમાં હોદ્દાના શપથ લેવડાવ્યા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમા બહેન આચાર્ય તેમજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ઓ, મુખ્યસચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ સચિવો અધિકારીઓ અને આમંત્રિતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ , મુખ્યમંત્રી તેમજ વિધાનસભા અધ્યક્ષાએ જસ્ટિસ અરવિંદ કુમારને પુષ્પ ગુચ્છ અર્પણ કરી નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી હતી.