ધારાસભ્ય રમેશ ટીલાળાએ સૌ કોઈ કાર્યકર્તાઓને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
આ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.7માં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની આગેવાનીમાં વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ તકે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, ડો. માધવ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ ઉપસ્થિત સૌ કોઈ કાર્યકર્તાઓને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન કરેલ અને સંયુક્ત રીતે જણાવેલ હતું કે સ્વદેશી વસ્તુઓના વપરાશના સંકલ્પ માટે દેશના તહેવારો નવરાત્રિ, દીવાળી અને દુર્ગા પૂજા વગેરેના અવસરે દરેક મેળા અને બજારમાં સ્વદેશી સ્ટોલ લગાવવા જોઈએ. નાના વેપારીઓ અને સ્થાનિક ઉત્પાદકોના સહયોગથી ત્યાં આત્મનિર્ભર ભારત સ્વદેશી સંકલ્પનું બ્રાન્ડીંગ કરવું જોઈએ અને સ્વદેશી રંગોળી બનાવવી જોઈએ જેથી ઉત્સવ પણ થાય અને સ્વદેશીનો સંદેશો પણ ઘર-ઘર સુધી પહોંચે અને ભારત દેશ આત્મનિર્ભર બને, દેશના સામાન્ય માનવીનો વિકાસ થાય.
- Advertisement -
આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન- નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, વિધાનસભા-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ વોર્ડના પ્રમુખ, પ્રભારી, મહામંત્રી, કોર્પોરેટરો અને સંગઠનની વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સ્વાગત વોર્ડ પ્રમુખ વિશાલ માંડલીયા અને કાર્યક્રમની આભારવિધિ શૈલેષભાઈ હાપલીયાએ કરેલ હતું.



