ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને નુતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, કોર્પોરેટરો, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સમીર ધડુક તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ અવસરે મેયરએ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, નવા વર્ષમાં રાજકોટને વિકાસની ગતિમાં વધુ આગળ લઈ જવું છે તેના માટે અધિકારીઓ તરીકે આપ સૌ અને પદાધિકારીઓ-કોર્પોરેટરો તરીકે અમે સૌ એક્ટીવ છીએ. રાજકોટ મહાનગરપાલિકા એક પરિવાર છે અને આપણા પરિવારના તમામ સભ્યોને નવા વર્ષની શુભેચ્છા તેમજ પરિવારના તમામ સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી.



