રાજકોટ તા. ૧૫ સપ્ટેમ્બર – રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ પડતા નવા નીરની આવક થયેલી છે, જે મુજબ ભાદર ડેમમાં ૧.૬૪ ફૂટ, આજી – ૧ ડેમમાં ૦.૧૬ ફૂટ, આજી – ૩ ડેમમાં ૦.૪૯ ફૂટ, સુરવો ડેમમાં ૨.૬૨ ફૂટ, ગોંડલી ડેમમાં ૦.૮૨ ફૂટ, ન્યારી -૧ ડેમમાં ૦.૩૩ ફૂટ, ઈશ્વરીયા ડેમમાં ૧.૬૪ ફૂટ, કરમાળ ડેમમાં ૫.૯૧ ફૂટ, કર્ણકી ડેમમાં ૦.૬૬ ફૂટ સાથે રાજકોટ જિલ્લાના ભરાયેલા જળાશયોમા સરેરાશ ૮૦.૬૩ % પાણી (૨૧૩૧૯ મી.ક્યુ. ફીટ) પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.



