-બંને દેશ વચ્ચે કરાર: અમેરિકાની સહમતી: યુક્રેનના પાઈલોટને ટ્રેનીંગ પણ અપાશે
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક રસપ્રદ વળાંક આવી રહ્યો છે અને પ્રથમ વખત અમેરિકાના નેતૃત્વવાળા નાટોના રાષ્ટ્રોએ યુક્રેનને અતિ આધુનિક એફ-16 લડાયક વિમાન પુરા પાડવાની જાહેરાત કરતા જ યુદ્ધ વધુ ઉગ્ર બને તેવા સંકેત છે.
- Advertisement -
યુક્રેન લાંબા સમયથી રશિયાનો મુકાબલો કરવા માટે આ આધુનિક વિમાનની માંગણી કરી રહ્યું હતું તે સમયે ડેન્માર્કના વડાપ્રધાન માર્ક રૂટે એ જાહેર કર્યુ છે કે તેઓ યુક્રેનને એફ-16 વિમાન પુરા પાડશે અને આ માટે યુક્રેન હવાઈદળના પાઈલોટને તાલીમ પણ આપવાનો ખાસ કાર્યક્રમ નિર્ધારિત થયો છે.
ડેનમાર્ક-નેધરલેન્ડ પ્રથમ રાષ્ટ્રો બન્યા છે કે જે યુક્રેનને આ પ્રકારના અત્યંત આધુનિક લડાયક વિમાન પુરા પાડી રહ્યું છે અને તેના કારણે રશિયાની ચિંતા વધી જશે તે નિશ્ચિત છે.
બીજી તરફ નાટો આડકતરી રીતે પણ આ યુદ્ધમાં સામેલ થઈ જશે તે નિશ્ચિત છે. નેધરલેન્ડ પાસે 42 એફ-16 વિમાનો છે અને તેમાંથી હાલ પ્રથમ તબકકામાં ત્રણ વિમાનો પુરા પાડશે. રોમાનીયાએ પણ યુક્રેનના પાઈલોટોને તાલીમ આપવાની તૈયારી કરી છે.