મોદી સરનેમને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે થયેલા માનહાની કેસમાં નવો વળાંક આવ્યો છે, જે મુજબ ભાજપ નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યા છે અને પીટીશન દાખલ કરી સુપ્રિમ કોર્ટને રજુઆત કરી છે કે તે રાહુલ ગાંધીને કોઇ રાહત ન આપે. રાહુલ ગાંધીની અપીલ પર લેખિતમાં જવાબ આપતા પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું- આ એક સ્થાપિત કાયદો છે કે અસાધારણ કારણોથી દુર્લભતમ કેસમાં સજા પર રોક લગાડવામાં આવે છે.
રાહુલ ગાંધીના મામલો સ્પષ્ટ રુપે તે શ્રેણીમાં નથી આવતો. વકીલ પીએસ સુધીરના માધ્યમથી દાખલ પોતાના 21 પેજના જવાબમાં પૂર્ણેશ મોદીએ કહ્યું કે- રાહુલ ગાંધીના ભાષણની વીડિયોગ્રાફી કરાઈ હતી. દલીલોની સાથે તમામ પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેથી સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતે આપેલા આદેશને બદલવાની જરુર નથી. કેમકે ચુકાદો મજબૂત તર્કોની સાથે આપવામાં આવ્યો છે. હાઈકોર્ટનો નિર્ણય પણ ન્યાયના ઠોસ સિદ્ધાંતો પર આધારિત છે. સત્ર અદાલત દ્વારા રાહુલ ગાંધીની દોષસિદ્ધિને ફગાવવાનો આદેશ પણ કાયદા મુજબ જ છે.પૂર્ણેશ મોદીએ કહ્યું કે- આ આધાર ઉપરાંત ભાષણમાં અને કોર્ટમાં જોવાયું કે રાહુલ ગાંધીનું વલણ અભિમાની હતું, રાહુલે આ મામલે માફી માગવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
- Advertisement -
એટલું જ નહીં રાહુલ ગાંધીનો ગુનાકિય ઈતિહાસ છે અને તેમના વિરુદ્ધ આવા અનેક કેસ પેન્ડિંગ છે. પૂર્ણેશ મોદીએ પોતાની એફિડેવિટમાં આ દલીલના આધારે પિટિશન કરી કે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ કોઈ રાહત ન આપે. રાહુલ ગાંધીની એસએલપી અરજી પર સુપ્રીમ કોર્ટે પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ જાહેર કરી જવાબ માગ્યો હતો. પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની અરજી ભારે ભરખમ દંડ સહિત ફગાવવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે 4 ઓગષ્ટે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ પૂર્ણેશ મોદીની એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે- રાહુલે દુર્ભાવનાપૂર્ણ અને બેદરકારીથી એક મોટા વર્ગ વિરૂદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.