દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ વિપુલ ચૌધરી માટે મોટી રાહત, સુપ્રીમ દ્વારા કોઈ પણ શરત વગર જામીન અરજી મંજૂર કરાઇ
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ વિપુલ ચૌધરીને આજે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ વિપુલ ચૌધરી માટે આ એક મોટી રાહત કહી શકાય છે. વિગતો મુજબ સુપ્રીમ દ્વારા કોઈ પણ શરત વગર આ જામીન અરજી મંજૂર કરાઇ છે.
- Advertisement -
આ અગાઉ વિપુલ ચૌધરીના વકીલે સુપ્રીમ કોર્ટમાં બે સપ્તાહનો સમય માગ્યો. જેથી દલીલ સુપ્રીમ કોર્ટે માન્ય રાખતા જામીન અંગેની સુનાવણી ટળી હતી. જે બાદમાં આજે એટલે કે, 12 ડિસેમ્બરે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે વિપુલ ચૌધરીને કોઈ પણ શરત વગર આ જામીન અરજી મંજૂર કરી છે.
મહત્વનું છે કે રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.