જો તમે કેશના માધ્યમથી પૈસાની લેવડ-દેવડ કરી રહ્યા છો તો, આ સમાચાર તમારા માટે છે. આજથી ટેક્સના નવા નિયમો લાગુ થવાના છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસએ ઇન્કમ ટેક્સના નવા નિયમોમાં 15મો સંશોધન ટેક્સ લાગુ કરી દીધો છે, જેની સુચના 10 મે,2022ના આપવામાં આવી હતી. નવા નિયમ અનુસાર, એક નાણાકિય વર્ષમાં જો કોઇ રોકમાં 20 લાખથી વધારે પૈસાનું ટ્રાન્ઝેકશન કરે તો, તેમણે આધાર કાર્ડ કે પાન કાર્ડની જાણકારી આપવી પડશે. જો કોઇ એવું નહીં કરે તો તેમને ટેક્સ વિભાગ તરફથી નોટીસ આપવામાં આવશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, CBDT ના માધ્યમથી વધુ લોકોને ટેક્સના વિસ્તારમાં લેવા માંગે છે. જયારે ટેક્સની ચોરી કરનારા લોકો પર પણ ઝપડમાં લેવા માંગે છે. આ નવા નિયમો કરંટ એકાઉન્ટ, સેવિંગ એખાઉન્ટ કે બીજા પ્રકારના બધા એકાઉન્ટની સાથે નાણાકિય બેંક, કો-ઓપરેટીવ બેંક, પોસ્ટ ઓફિસ જેવી બધી જગ્યાઓ પર કેશ ટ્રાન્ઝેક્શન પર લાગાવવામાં આવશે.
નવા નિયમની જરૂરિયાત
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના નવા નિયમ એવા લોકો માટે લાવવામાં આવ્યા છે જેઓ બેંક પાસેથી વધારે પ્રમાણમાં કેશ ટ્રાન્ઝેક્શન કરે છે, પરંચુ તેમની પાસે ના તો પેન કાર્ડ છે કે ના તો તેઓ ટેક્સ ભરે છે. ટેક્સ વિભાગની પાસે આવા કેટલાય લોકોની જાણકારી છે, જેઓ એક વર્ષની અંદર બેંક એકાઉન્ટમાં 20 લાખથી વધારે પૈસી જમા કરે છે કે પાછા લે છે, પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા નથી. આ નિયમ આવ્યા પછી તેમને પોતાના પાન કે આધાર કાર્ડની જાણકારી બેંકને આપવી પડશે, જેથી ટેક્સ ચોરી પકડવામાં મદદ મળે.
જાણકારી ના આપવામાં આવશે નોટિસ
આ નિયમ આજથી લાગુ થાય છે, ત્યાર પછી જો તમે રોકડમાં પૈસા કાઢો છો તો, બેંક પણ તમારી પાસેથી પાન કે આધાર કાર્ડની ડિટેઇલ માંગશે, જો તમે નહીં આપો તો, તેઓ તમને પૈસા જમા કરાવવા કે કાઢવા દેશે નહીં. જો તમે તમારા ડોક્યુમેન્ટ નહીં આફો તો, તમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટીસ ફટકારવામાં આવશે.