ખાસ-ખબર સંવાદદાતા
મંકીપોક્સ વાયરસના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આ વાયરસ હવે દુનિયાના અનેક દેશોમાં પગપેસારો કરી ચૂક્યો છે. જેમ જેમ તેના દર્દીઓ વધી રહ્યા છે તેમ તેમ તેના નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેના પ્રમુખ લક્ષણોમાં શરીરમાં ફોલ્લા પડવા અને અન્ય લક્ષણ ફ્લૂ જેવા જોવા મળ્યા છે. પરંતુ હાલમાં જ ઈ-ક્લીનિકલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચમાં તેના કેટલાક નવા લક્ષણો વિશે પણ જણાવવામાં આવ્યું છે. આ લક્ષણો એવા છે કે જેના વિશે સાંભળીને તમે પરેશાન થઈ શકો છો.
રિસર્ચર્સનું માનીએ તો થોડા સમય પહેલા રિસર્ચ દરમિયાન મગજ પર સ્મોલ પોક્સની અસર ચેક કરવામાં આવી હતી. આ સાથે જ સ્મોલ પોક્સ વિરુદ્ધ વેક્સીનેટેડ લોકો પણ આ વાયરસનો પ્રભાવ જોવા મળ્યો. આ દરમિયાન લોકોમાં અનેક પ્રકારના ન્યૂરોલોજિકલ કોમ્પ્લિકેશન્સ મળ્યા. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ માથા પર મંકીપોક્સની અસરને જાણવાની કોશિશ કરી. આ દરમિયાન જાણવા મળ્યું કે મંકીપોક્સથી ગ્રસ્ત 2-3 ટકા લોકો ગંભીર રીતે બીમાર હોય છે અને તેમને સીઝર અને મગજમાં સોજા (ઈન્સેફેલાઈટિસ) હોય છે. અહીં તમારા માટે એ જાણવું જરૂરી છે કે ઈન્સેફેલાઈટિસ એક એવી સ્થિતિ હોય છે જેમાં દર્દી જીવનભર વિકલાંગ થઈ શકે છે.