રાજુલા બસ સ્ટેશનથી લીલીઝંડી આપીને બસનો શુભારંભ, મુસાફરોને મળશે સુવિધા
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
રાજ્ય સરકાર દ્વારા મુસાફરોની સુવિધા માટે કોડીનાર-ભાવનગર રૂટ માટે નવી એસટી બસ ફાળવવામાં આવી છે. આ નવી બસ સેવા શરૂ થતા હવે મુસાફરોને સીધી અને સરળ મુસાફરીની સુવિધા મળશે.
- Advertisement -
નવી એસટી બસનો શુભારંભ રાજુલા શહેરના એસટી બસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યો હતો. બસને લીલીઝંડી આપીને સર્વજન માટે સેવા શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ બકુલભાઈ વોરા, જીગ્નેશભાઈ ત્રિવેદી, પરેશભાઈ ગોહિલ, જયેન્દ્રભાઈ ધાખડા, મનીષભાઈ વાઘેલા, યુવરાજભાઈ ચાંદુ, રણછોડભાઈ મકવાણા, વિજયભાઈ વાઘ, ચંપુભાઈ સહિત વેપારીઓ, ભાજપના આગેવાનો, ડેપો મેનેજર તથા સ્ટાફ હાજર રહ્યા હતા.



