એક્સિસ બેંક સાથે MOU, 1 કરોડનો અકસ્માત વીમો અને 33 લાખનો મેડિક્લેમ જેવી સુવિધાઓનો સમાવેશ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને પગાર ખાતા માટે ખાસ લાભો પૂરા પાડવામાં આવ્યા છે. તાલુકા પંચાયત ખાતે મોરબીના યુવા પ્રમુખ અશોકભાઈ દેસાઈ અને તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગરની આગેવાનીમાં શિક્ષકોના સંગઠનો અને બેંક અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વસંમતિથી એક્સિસ બેંક સાથે એમ.ઓ.યુ. (સમજૂતી કરાર) કરવામાં આવ્યો છે.
આ નવા એમ.ઓ.યુ.થી મોરબીના શિક્ષકોને નાણાકીય સુરક્ષા અને અનેક બેંકિંગ સુવિધાઓનો લાભ મળશે. આ બેઠકમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપાબેન બોડા તેમજ શિક્ષકોના તમામ સંગઠનના હોદ્દેદારો અને બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
સેલેરી એકાઉન્ટના મુખ્ય લાભો
વીમા કવચ:
રૂ. 1 કરોડનો આકસ્મિક મૃત્યુ વીમો (એર એક્સિડન્ટ કવર સહિત).
રૂ. 5 લાખનો કુદરતી મૃત્યુ વીમો.
આકસ્મિક મૃત્યુના કિસ્સામાં બાળકોના ભણતર માટે રૂ. 16 લાખ સુધીની સહાય.
ગુજરાત રાજ્યના શિક્ષણ ખાતાના કર્મચારીઓ માટે ખાસ રૂ. 33 લાખનો મેડિક્લેમ માત્ર રૂ. 10,264ના વાર્ષિક પ્રીમિયમમાં ઉપલબ્ધ.
આ યોજનામાં બે વ્યક્તિ અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ પ્રીમિયમ પરિવારના કોઈપણ સભ્યના 65 વર્ષના થાય ત્યાં સુધી એકસમાન રહેશે.
આજીવન ફ્રી ડેબિટ/એટીએમ કાર્ડ.
એક્સિસ બેંક અને અન્ય કોઈ પણ બેંકના એટીએમમાંથી અમર્યાદિત નિ:શુલ્ક વ્યવહારો.
અમર્યાદિત ફ્રી ડીડી/પે ઓર્ડર/ચેકબુક.
ત્રણ ફેમિલી મેમ્બર્સ માટે ઝીરો બેલેન્સ એકાઉન્ટની સુવિધા (ફેમિલી બેન્કિંગ પ્રોગ્રામ).
આજીવન ફ્રી ક્રેડિટ કાર્ડ.
હોમ લોન પર 12 હપ્તા માફ.
ફિક્સ ડિપોઝિટ વગર લોકરની સુવિધા, ખાસ ડિસ્કાઉન્ટ સાથે.