પેકડ ફુડ પર લેબલિંગના નવા નિયમો
‘હેલ્થ ડ્રીંક’, ‘સો ટકા ફળોનો રસ’ જેવા વિજ્ઞાપનના ભ્રામક શબ્દો પેકડ ફુડમાંથી હટાવવા પડશે
- Advertisement -
ભારતમાં પેકડ એટલે કે ડબ્બાબંધ ખાદ્ય પદાર્થો પર હવે મોટા મોટા અક્ષરોમાં જણાવવું પડશે કે તેમાં ખાંડ, મીઠુ કે સેચ્યુરેટેડ ફેટની માત્રા કેટલી છે. ખાવા-પીવાની વસ્તુમાં ધોરણો નકકી કરનાર એફએસએસઆઈએ પેકડ ફુડની ગ્રાહકો સુધી સ્પષ્ટ જાણકારી પહોંચાડવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
હાલ ખાવા-પીવાની વસ્તુઓ પર આવી જાણકારી નાના અક્ષરોમાં અપાય છે અને અનેક ખાદ્ય પદાર્થોમાં આ જાણકારી સરળતાથી નજરે પણ નથી પડતી. આ નિર્ણયના ક્ષેત્રમાં બિસ્કીન, નમકીન, પેકડ જયુસ જેવા તમામ ખાદ્ય પદાર્થો આવશે.
ફુડ રેગ્યુલેટર એફએસએસએઆઈના અધ્યક્ષ અને સ્વાસ્થ્ય સચીવ અપૂર્વ ચંદ્રાની અધ્યક્ષતામાં યોજાયેલી ઓથોરિટીની 44મી બેઠકમાં પેકડ ફુડના લેવલીંગ સાથે જોડાયેલા કાયદામાં ફેરફારનો આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી લોકોને સરળતાથી ખબર પડી જશે કે કોઈ ખાદ્ય પદાર્થમાં કેટલી સુગર, નમક કે ચરબી છે.
- Advertisement -
આ મામલે હિતધારકોના વાંધા-સૂચનો માંગવામાં આવશે. સરકારનું કહેવું છે કે, આ નિર્ણયથી સ્વસ્થ વિકલ્પ પસંદ કરવામાં પદ મળશે. ડાયાબીટીસ, બ્લડપ્રેસરના વધતા દર્દીઓની સંખ્યા વચ્ચે આ નિર્ણય રોગનો સામનો કરવામાં સહાયક સાબીત થશે.
ભ્રામક દાવાઓને રોકવાની પણ પહેલ કરવામાં આવી છે. જેમકે હેલ્થ ડ્રીંક શબ્દ હટાવવા ઈ-કોમર્સ વેબસાઈટને સલાહ અપાઈ છે. ફુડ બિઝનેસ ઓપરેટર્સને ફ્રુટ જયુસના લેબલ-વિજ્ઞાનોમાંથી સો ટકા ફળોનો રસ જેવા દાવા હટાવવા નિર્દેશ અપાયો છે.