વાવાઝોડા બિપોરજોયના નવા રૂટથી ગુજરાત પર જોખમ વધ્યું છે. સ્કાયમેટે કહ્યું કે, હવે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. નલિયા અને માંડવીની આસપાસ વાવાઝોડું લેન્ડફોલ કરશે.
દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપોરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું હતું, પરંતુ ગઈકાલે આ વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલાવતા ગુજરાતવાસીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. સમુદ્રમાં બિપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.
- Advertisement -
નલિયા અને માંડવી આસપાસ કરશે લેન્ડફોલઃ સ્કાયમેટ
આ ચક્રવાત બિપોરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે બિપરજોય વાવાઝોડાને લઈ વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. જેમાં આ વાવાઝોડું ક્યારેક પૂર્વ તો ક્યારેક પશ્ચિમ તરફ જાય છે. હવે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂને વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરશે. અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય નલિયા અને માંડવી આસપાસ વાવાઝોડું લેન્ડફોલ કરશે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 11, 2023
- Advertisement -
‘વાવાઝોડાના નવા રૂટથી ગુજરાત પર વધ્યો ખતરો’
સ્કાયમેટે જણાવ્યું કે, વાવાઝોડું નલિયા તરફ ટર્ન કરી રહ્યું છે. વાવાઝોડાના નવા રૂટથી ગુજરાત પર ખતરો વધ્યો છે. દરિયા કિનારે વાવાઝોડું પહોચશે ત્યારે પવન 120થી 140 કિમી ઝડપે ફૂંકાશે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે. 15 જૂને ગુજરાતમાં ભારે વરસાદ આવશે.
હવામાન વિભાગે કરી છે ભારે વરસાદની આગાહી
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 11, 2023
વરસાદનું જોર રહેશે
11 તેમજ 12 અને 13 જૂને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,દેવભૂમિદ્વારકા, રાજકોટ, પોરબંદર,મોરબી જૂનાગઢ, ગીર સોમનાથ, અમેરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 30-40 કિમી રહેશે તેવી પણ આગાહી કરી છે. તેમજ તારીખ 15 જૂને વરસાદનું પૂર્વાનુમાનમાં રાજ્યના તમામ સ્થળોએ વરસાદનું જોર રહેશે તેવી આગાહી કરી છે.
ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ
15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટમાં જાહેર કર્યો છે, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યા છે. તેમજ 15 જૂને કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, અહીં પવનની ગતિ 125થી 135 કિમી રહેશે જ્યારે રાજકોટ, પોરબંદરમાં સુરેન્દ્રનગર, બોટાદ અમરેલી, ભાવનગરમાં 50-60 કિમી પવન રહેશે તેવી ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે.