-ચારધામમાં કડકડતી ઠંડી, વરસાદ, બરફવર્ષાનો સામનો કરતા યાત્રીઓ
કેદારનાથ ધામ માટે હવે શ્રદ્ધાળુઓ ચાર મે થી નવું રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખરાબ હવામાનને જોતા હાલ નવું રજીસ્ટ્રેશન ત્રણ મે સુધી રોકી દેવાયું છે. પહેલા 25થી30 એપ્રિલ દરમિયાન નવું રજીસ્ટ્રેશન રોકી દેવાયું હતું. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો કેદારનાથમાં હવામાન ખરાબ હોવાની આગાહી જાહેર કરી છે.
- Advertisement -
મેના પહેલા સપ્તાહમાં કેટલાક દિવસો ભારે વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. હવામાનની આગાહીને લઈને પર્યટન વિભાગે કેદારનાથ ધામ માટે રજીસ્ટ્રેશનની નવી વ્યવસ્થા કરી છે. હવે શ્રદ્ધાળુઓ ચાર મે થી કેદારનાથ ધામ માટે નવું રજીસ્ટ્રેશન કરાવી શકશે. કેદારનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. કેદારનાથમાં આજે રેકોર્ડબ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચશે. એક મે માટે 30184 શ્રદ્ધાળુઓએ દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 30 એપ્રિલ સુધી નવા રજીસ્ટ્રેશન પર રોક હતી, જેને વધારવામાં આવી છે.
ચાર ધામોમાં કડકડતી ઠંડી: ચાર ધામોમાં રવિવારે પણ વરસાદ અને પહાડો પર બરફવર્ષા ચાલુ રહી હતી. ગંગોત્રી ધામમાં જોરદાર વરસાદ થયો હતો. યમનોત્રીમાં મોડી સાંજે પહાડો પર બરફવર્ષા શરૂ થઈ હતી. બદરીનાથમાં પણ આખો દી’ વરસાદ થયો હતો. શ્રદ્ધાળુઓને ઠંડીનો સામનો કરવો પડયો હતો.