મુખ્યમંત્રી રૂપાણીએ અનેક ક્ષેત્રોમાં “હટ કે” બિન-પરંપરાગત રીતે વિચારી ને અનેક નવતર યોજનાઓ-નીતિ ઘડવાની પરંપરા જાળવી
ગિફ્ટ સિટી સહિત હોટલ, પ્રવાસન, રેસ્ટોરાં અને ફાઇનાન્સ સહિતના ધંધા રોજગાર માટે ખાસ સર્વિસ પોલિસી જાહેર કરવાની દિશામાં તૈયારી
સર્વિસ ક્ષેત્રના વિકાસ થકી મોટી સંખ્યામાં નવી રોજગારી ઊભી થઇ શકે તેમ છે: કોરોના લોકડાઉનને કારણે સર્વિસ ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હતો, તેને ધ્યાને રાખીને ચોક્કસ નીતિ તૈયાર કરવામાં આવી રહી છે
રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રીએ અનેક ક્ષેત્રોમાં “હટ કે” બિન-પરંપરાગત રીતે વિચારી ને અનેક નવતર યોજનાઓ-નીતિ ઘડી છે. હવે તેમનાં ઉમદા નેતૃત્વમાં ગુજરાત સરકારે ઉદ્યોગ નીતિના ધોરણે હવે સૌ પ્રથમ વખત ગિફ્ટ સિટી સહિત હોટલ, પ્રવાસન, રેસ્ટોરાં અને ફાઇનાન્સ સહિતના ધંધા રોજગાર માટે ખાસ સર્વિસ પોલિસી જાહેર કરવાની દિશામાં તૈયારી હાથ ધરી છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત સર્વિસ પોલિસી જાહેર થશે. આગામી દિવસોમાં સર્વિસ ક્ષેત્રમાં વધુ કંપનીઓને આકર્ષવા તથા પ્રવર્તમાન કંપનીઓને વધારાના લાભો આપવામાં આવશે. સર્વિસ ક્ષેત્રના વિકાસ થકી મોટી સંખ્યામાં નવી રોજગારી ઊભી થઇ શકે તેમ છે. કોરોના લોકડાઉનને કારણે સર્વિસ ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હતો. તેને ધ્યાને રાખીને ચોક્કસ નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. પ્રવાસન, હોટલ, રેસ્ટોરાં, ફાઈનાન્સ સહિતના ક્ષેત્રોને નવી નીતિ હેઠળ આવરી લેવામાં આવશે. આ સિવાય ગિફ્ટ સિટી માટે આકર્ષણ સાથે અનેક રાહત આપવામાં આવશે. વર્ષના અંત સુધીમાં નવી નીતિ જાહેર કરવામાં આવશે.