અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા આતંકવાદી હુમલામાં FBIએ હુમલાખોરની ઓળખ સહિત અનેક ખુલાસા કર્યા છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીને એક મોટું નિવેદનન આપ્યું છે.
જો બાયડન ખૂબ જ દુઃખી થઈ ગયા
- Advertisement -
આ આતંકવાદી હુમલાથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ખૂબ જ દુઃખી થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ નિવેદન આપતા કહ્યું, કે ‘હું આજે ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો માટે શોક વ્યક્ત કરી રહેલા પરિવારોને કહેવા માંગુ છું કે હું પણ તેમના દુઃખમાં સામેલ છું. સમગ્ર રાષ્ટ્ર તમારી સાથે શોકમાં છે અને અમે આશા રાખીએ છીએ કે આવનારા અઠવાડિયામાં એફબીઆઈ તપાસ કરી રહી છે કે આવું કેમ થયું અને અને જાહેર સલામતી માટે વધુ કોઈ ખતરો છે કે કેમ’
અમેરિકન વ્યક્તિએ આતંકવાદી હુમલો કર્યો
FBIએ શું કહ્યું?
FBIએ પણ ન્યૂ ઓર્લિયન્સ પરના હુમલા અંગે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. આ કેસમાં આતંકીની ઓળખ શમસુદ્દીન જબ્બાર તરીકે થઈ છે. જે અમેરિકાના ટેક્સાસનો રહેવાસી હતો. જોકે, એફબીઆઈને આ હુમલામાં શમસુદ્દીન જબ્બાર ઉપરાંત અન્ય લોકોની સંડોવણી હોવાની શંકા છે. એફબીઆઈ એજન્ટ એલેથિયા ડંકને જણાવ્યું હતું કે, ‘અમે માનતા નથી કે બોર્બોન સ્ટ્રીટ હુમલા માટે શમસુદ્દીન જબ્બર જ જવાબદાર હતો. અમે તેના જાણીતા સહયોગીઓ સહિત આગળના તમામ લીડ્સને આક્રમક રીતે અનુસરી રહ્યા છીએ. તેથી અમને જનતાની મદદની જરૂર છે. અમે પૂછીએ છીએ કે શું છેલ્લા 72 કલાકમાં કોઈએ શમસુદ્દીન જબ્બાર વાત કરી છે. તો અમને સંપર્ક કરે. જેની પાસે આને લગતી કોઈપણ માહિતી, વિડિયો અથવા ફોટા હોય, તો તે FBI સાથે શેર કરો.’