આજી-1, ન્યારી-2, ઘી, છાપરવાડી સહિતનાં ડેમોમાં 0.5થી 3.5 ફૂટ નવું પાણી આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 12 ડેમોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન સારા વરસાદનાં પગલે ડેમોમાં નવાનીરની આવક યથાવત રહી છે અને 0.5 થી સવા ફુટ સુધીનું નવું પાણી એક ડઝન ડેમોમાં ઠલવાયુ છે.રાજકોટ સિંચાઈ વિભાગનાં ફલડ સેલ અનુસાર મોજમાં 1 ફુટ, આજી-1માં 0.13 ફુટ, આજી-2માં 0.23 ફુટ તથા ન્યારી-2માં 0.33 ફુટ, છતરવાડી-2માં 3.28 ફુટ અને ભાદર-2માં 3.94 ફુટ નવું પાણી ઠલવાયુ છે.
આ ઉપરાંત મોરબીનાં મચ્છુ-2માં 0.62 ફુટ, ડેમી-2માં 2.62 ફુટ તથા ઘોડાધ્રોઈમાં પોણો ફુટ નવું પાણી અને બ્રહ્માણી-2માં 0ય ફુટ નવું પાણી ઠલવાયુ છે.જયારે, દ્વારકા જિલ્લાનાં ઘી ડેમમાં સવા ફુટ નવા પાણીની આવક થવા પામી હતી.