ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવશે.સાથેજ વિદ્યાર્થીઓ શિક્ષણને રચનાત્મક રીતે પ્રાપ્ત કરે અને નિયત અભ્યાસક્રમની સાથે રુચિ મુજબના વિષયો અને કૌશલ્યમાં મહારત હાંસલ કરે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020નાં ત્રણ વર્ષ પૂર્ણ થતાં નવી શિક્ષણનીતિથી અવગત કરાવતા કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય શ્રી પવનકુમાર સુથાર અને નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રી વિનોદકુમાર લેવેએ જણાવ્યું કે વર્ષ-2030 સુધીમાં ધો-1 થી 10માં 100 નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં 10+2+3 મુજબ શૈક્ષણિક માળખાનું વર્ગીકરણ થયેલ છે. તેને હવે 5+3+3+4 મુજબ અમલી બનાવવામાં આવ્યું છે.
- Advertisement -
ઉપરાંત શાળાના વાતાવરણ સાથે બાળકો અનુકૂલન શોધી શકે તે માટે તેમને ત્રણ વર્ષ થયાથી બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આમ, બાળક 6 વર્ષનું થયા પછી ધો-1માં પ્રવેશ આપવામાં આવશે.નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓમાં દક્ષતા કેળવાય અને અનુભવ આધારિત શિક્ષણ મળે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે.