નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે પે.સેન્ટર શાળા શાળા નંબર 93 માં ઓનલાઇન વર્ગો વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા ઓનલાઇન શિક્ષણકાર્ય તો પીરસાઇ રહ્યું છે. પરંતુ સાથે સાથે બાળકોના આનંદ અને ઉલ્લાસ માટે તથા વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ના જોડાણ માટે શાળાના શિક્ષકો દ્વારા ઓનલાઇન બાલ સભાનું આયોજન પણ કરવામાં આવે છે. દર શનિવારે એક કલાક બાળકો ઓનલાઇન બાલ સભા માં જોડાયું વાર્તા, ગીત, ઉખાણા, જનરલ નોલેજ ના પ્રશ્નો તથા પોતાનામાં રહેલી વિવિધ આવડતને વર્ગ સમક્ષ ઓનલાઇન રજૂ કરે છે. શિક્ષકો દ્વારા પણ પ્રેરક પ્રસંગો તથા સાંપ્રત પ્રવાહો ની વાત કરી અત્યારના સમયે બાળકોએ સાવચેતીના કયા પગલાં લેવાના વગેરે માર્ગદર્શન પણ બાલ સભા દરમિયાન પુરુ પાડવામાં આવે છે.
- Advertisement -
શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રેરક પ્રસંગો, લોક ગીત, દેશ ભક્તિ ગીત, જનરલ નોલેજ પ્રશ્નોત્તરી, જોક્સ, ઉખાણા, પઝલ જેવી અવનવી રજૂઆત કરવામાં આવી. શાળાનાં 100 જેટલા બાળકો ઓનલાઇન જોડાયા. શનિવારે 8.30 થી 10 આ બાલ સભામાં સૌ શિક્ષકો જોડાયાં. આચાર્ય વનિતાબેન રાઠોડ દ્વારા આજ 26 જૂન વિશ્વ વ્યસન મુક્તિ દિવસ પર વિદ્યાર્થીઓને જીવનમાં વ્યસનથી દૂર રહેવા મોટીવેશનલ સ્પીચ દ્વારા સમજણ આપવામાં આવી. સૌને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી. નિવૃત્ત શિક્ષકા મીનાબા વાઘેલા દ્વારા મૂલ્ય શિક્ષણ માટે વાર્તા વિદ્યાર્થીઓને ઓનલાઇન કહેવામાં આવી. શિક્ષકા વનિતાબેન ગઢિયા એ સુન્દર લોકગીત રજૂ કર્યું. વિદ્યાર્થીઓને ખૂબ આનંદ આવ્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર , ચેરમેન અતુલભાઈ પંડિત, વાઈસચેરમેન સંગીતાબેન છાયા તથા સમિતિના સભ્ય દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.