– શાંઘાઇના કેટલાય વિસ્તારોમાં લોકડાઉન
ચીનમાં શાંઘાઇ અને શેનઝેન સહિતની બીજા મોટા શહેરોમાં સંક્રમણ વધવાની સાથે કોવિડ-19 માટે ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાક સ્થાનિક અધિકારીઓના આદેશથી સ્કૂલ, મનોરંજનના સ્થળો અને ફરવાના સ્થળોનેપણ બંધ કરી દીધા છે. સાથે જ, ચીનએ ફરી વાર કોવિડ-19ના વધતા પ્રકોપ વચ્ચે લોકડાઉન અને પ્રવાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં નવા ઓમીક્રોન સબ-વેરિયન્ટ બીએફ 7 અને બીએ 5.1.7ની જાણકારી મળી છે, જે વધુ ખતરનાક છે.
- Advertisement -
આ નવા મળેલા બીએફ 7 કોવિડ ઓમિક્રોન વેરિયેન્ટ બીએ 5.2.1નું એક નવું રૂપ છે. સ્થાનિક રિપોર્ટ અનુસાર, 4 ઓક્ટોમ્બરના યંતાઇ અને શોગુઆન શહેરમાં બીએફ 7ની જાણકારી મળી છે. આ સબ વેરિયેન્ટ બીએ 5.1.7 પહેલી વર ચીનમાં જોવા મળ્યો છે.
નવા વેરિયન્ટ પર WHOની ચેતવણી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પણ ચીનમાં જોવા મળેલ આ વધુ અસરકારક બીએફ 7 સબ વેરિયેન્ટની સામે ચેતવણી આપી છે. આ વચ્ચે, ચીનના ગોલ્ડન વીકના દરમ્યાન રજાનો ખર્ચો છેલ્લા સાત વર્ષોમાં તેના સૌથી નીચેના સ્તરે આવી ગયો છે, કારણકે લોકો કોરોનાના ડરથી પ્રાવસ કરતા નથી.
શાંઘાઇમાં પણ લોકડાઉન
અધિકારીઓના જણાવ્યા અનુસાર, શાંઘાઇના ડાઉનટાઉન જિલ્લાના ત્રણમાં સોમવારના ઇન્ટરનેટ કાફે જેવા મનોરંજનના સ્થળોને અસ્થાયી રૂપે બંધ કરવાનો આદેશ આપ્યો છે.