ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ એલસીબી એ સરસ્વતી નદીના પુલ પાસેથી આવતી બોલેરોમાં મચ્છીના કેરેટમાં છુપાવેલી દારૂની 36 બોટલ સાથે એકને 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધો જેમાં મળતી વિગત મુજબ એલસીબીએ બાતમીના આધારે વોચ ગોઠવી બોલેરો કારમાં મચ્છીના કેરેટમાં દારૂની બોટલો છૂપાવી લઈ જતા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર લાલજીભાઇ બાંભણિયા, પ્રવિણભાઇ મોરી, નટુભા બસીયાને મળેલ સંયુકત બાતમીના આધારે સમગ્ર ટીમે વોચ ગોઠવી પ્રાંચી સરસ્વતી નદીના પુલ પાસે આવતી મહીન્દ્રા બોલેરો ગાડીની તપાસ કરતા મચ્છીના કેરેટમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી.
જેથી પોલીસે વિજય સામજીભાઈ કોટીયા, રહે. ધામળેજને દારૂની 36 બોટલ, કી.રૂ.25200, મોબાઈલ કી.રૂ.2000, મહિન્દ્રા બોલેરો રૂ.400000 મળીને 427200 ના મુદ્દામાલ સાથે પકડી પાડી સુત્રાપાડા પોલીસ સ્ટેશને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઉપરાંત તરૂણ મનજીભાઇ રહે.વેરાવળ ભાલકા વાળાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ વી.કે.ઝાલા, મેસુરભાઇ વરૂ, લાલજીભાઇ બાભણિયા, રામદેવસિંહ જાડેજા, પ્રવિણભાઇ મોરી, નટુભા બસીયા, શૈલેષભાઇ ડોડીયા, ભુપેન્દ્રસિંહ ચાવડા, ઉદયસિંહ સોલંકી સહિતના જોડાયા હતા.