મારગ હો ચાહે કાંટાળો,
પહેરે ના કાંઈ પગમાં,
હાથેથી સીધા વાળ ચૂંટી,
મસ્તક મુંડન કરનારા
દુનિયામાં જેની જોડ જડે ના એવું જીવન જીવનારા,
આ છે અણગારા અમારા
રાજકોટ સહિત રાજ્યભરમાં અત્યારે જે પ્રમાણે ગરમી પડી રહી છે, તે પ્રમાણે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. અત્યારે આ તડકામાં ઘરની બહાર નીકળતા પહેલા 100 વખત વિચારવું પડે છે. એમાં પણ જો કોઈ ખુલ્લા પગે ચાલે તો તો પુરૂ જ થઈ ગયું. પરંતુ આ 40 ડિગ્રી ગરમી અને ધોમધખતા તાપમાં પણ જૈન સાધુઓ આજ્ઞાઓનું પાલન કરીને ઉઘાડા પગે ચાલે છે. શહેરના યાજ્ઞિક રોડ પર પણ કંઈક આવા દ્રશ્યો દેખાયા હતા, આગ ઝરતી ગરમી અને ડામર ઓગાળી દેતા તડકામાં જૈન મુનિઓ રસ્તા પર ચાલતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જૈન સાધુઓ જ્યારે વિહાર કરતા હોય છે. ત્યારે હંમેશા તેઓ જૈન ધર્મની આજ્ઞાનું પાલન કરે છે. આ સાધુઓને કોટી કોટી વંદન છે.