-ચીપ સાથેનો વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે તબીબી સહિતના ક્ષેત્ર માટે મહત્વની સિદ્ધિ
એક તરફ આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સથી હવે આ ટેકનોલોજી માનવ પર વર્ચસ્વ સર્જે તેવી ચિંતા છે તે સમયે વિશ્ર્વના સૌથી સાહસિક ઉદ્યોગપતિ તરીકે જાણીતા અને ટેસ્લાથી સ્ટારલીંક કંપનીઓના બોસ એલન મસ્કની કંપની ન્યુરાલીંકે માનવ મગજમાં ચીપ લગાવવાનો પ્રથમ સફળ પ્રયોગ કર્યો હોવાની જાહેરાત કરી છે.
- Advertisement -
ખુદ મસ્કે તેની જ માલીકીના સોશ્યલ મીડીયા એકસ પર એક પોસ્ટ મુકીને જાહેર કર્યુ હતું કે જે વ્યક્તિના મગજમાં આ ચિપ લગાવવામાં આવી છે તેનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. ન્યુરાલીંક લાંબા સમયથી માનવ મગજની માફક જ કામ કરે તેવી ચીપના સર્જન અને તેના ઉપયોગ પર કામ કરી રહી છે અને તેમાં આગળ વધવા અમેરિકી ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન ઓથોરીટીએ મંજુરી આપતા બાદમાં તે માનવ પરિક્ષણના તબકકા સુધી આગળ લઈ જવાયુ હતું.
ન્યુરાલીંકની વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતીમાં જણાવાયું છે કે મેડીકલ ડિવાઈસ PRIME (પ્રેસીયસ-રોબોટીકલી ઈમ્પાન્ટેડ બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ)ની ટ્રાયલ સફળ રહી છે. જેમાં વાયરલેસ બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રયોગનો ઉદેશ માનવ મગજમાં ચીપ લગાવવાથી તેની સલામતી અંગે માહિતી મેળવવાનો હતો.
આ ટેકનોલોજીનો પ્રથમ ઉપયોગ ખાસ કરીને માનવ મગજની જે શારીરિક પ્રવૃતિ થાય છે તેમાં અનેક વખત જ્ઞાનતંતુઓને ઈજા-વિકલાંગતા-સ્મરણશક્તિ ચાલ્યા જવા સહિતની શારીરિક ક્ષતિઓ સર્જાય છે તેમાં ચીપની મદદથી તેઓ ન્યુરલ સિગ્નલ સર્જીને તે શરીરના ભાગોને ટ્રાન્સફર કરી શકાય છે અને તેનાથી દિવ્યાંગોને દ્રષ્ટિ, ચાલવાની શક્તિ વિ. મળશે.
અગાઉ આ પ્રયોગ વિવિધ પ્રાણીઓ પર થયો હતો તે સમયે મસ્કની ખૂબજ ટીકા થઈ હતી પણ બાદમાં અમેરિકી ઓથોરીટીએ તેને મંજુરી આપી હતી.