જૂનાગઢ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા રૂા.12,500ની કીંમતનો ખોવાયેલ મોબાઈલ ફોન જૂનાગઢ પોલીસ દ્રારા શોધી આપેલ ગોપાલભાઇ રમણીકભાઇ પોપટ કૈલાશ નગર જુનાગઢ ખાતે રહેતા હોય અને તેમનો રૂા. 12,500 ની કીંમતનો જઅખજઞગૠ કંપનીનો ખ30 મોબાઇલ ફોન કાળવા ચોક ખાતેથી ખોવાયેલ. તે મોબાઇલ ફોનમાં તેમના અગત્યના દસ્તાવેજ તેમજ અન્ય વસ્તુઓ સેવ કરેલ હતી, જે મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય અને તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ એ.ડીવી.પો.સ્ટે.ના પી.આઇ. એમ.એમ.વાઢેરને કરતા પી.આઇ. એમ.એમ.વાઢેર દ્વારા જીલ્લાના નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને નેત્રમ સીસીટીવી કેમેરા મદદથી ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો હતો ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ.