ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢના કમલેશભાઇ હોલારામભાઇ સાદીજા જરૂરી કામ સબબ વંથલી જતા હોય ત્યારે ગીરીરાજ સોસાયટીથી બસ સ્ટેશન જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ અને બસ સ્ટેશન પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની રૂ. 4,500ની કિંમતના સામાનની થેલી ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે થેલીમાં તેમના કપડા તથા અન્ય જરૂરી સામાન હોય. કમલેશભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ આ બાબતની જાણ નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા અને પોલીસ સ્ટાફ દ્રારા તુરંત કાર્યવાહી કરી હતી અને કિંમત સામાનની થેલી ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા એક કલાકમાં શોધીને મૂળ માલિકને પરત કરતા અરજદારે પોલીસની આભાર વ્યક્ત કર્યો હતો.