ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.08
જૂનાગઢના કેતનભાઇ જેન્તિભાઇ પોપટ જલારામ સોસાયટીથી કાળવા ચોક પોતાનું બાઇક રિપેર કરાવવા જતા હોય તે દરમ્યાન કેતનભાઇનું પાકીટ રસ્તામાં ક્યાંક પડી ગયું હતું અને પાકીટમાં રૂ. 14,000 રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટસ જેવા કે ડ્રાઇવીંગ લાઇસન્સ, એટીએમ કાર્ડ વિગેરે ક્યાંક પડી જતા આસપાસના વિસ્તારોમાં પડી ગયેલ પાકીટની તપાસ કરતા ક્યાંય મળેલ નહિ જયારે પાકીટ અંતે નહિ મળતા પોલીસનો સંપર્ક કરેલ અને નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા તુરંત કાર્યવાહી હાથધરીને પડી ગયેલ પાકીટને ગણતરીની કલાકોમાં શોધીને રૂ.14 હજારનું પાકીટ સાથેના ડોક્યુમેન્ટ પરત કેતનભાઈ પોપટને આપતા ફરી એકવાર પોલીસ પ્રજાની મિત્રના સૂત્રને સાર્થક કર્યું હતું અને ખોવાયેલ પાકીટ મળી જતા અરજદારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.



