કુટુંબી કાકા અને ભાઈએ જમીન ખાતે કરવાનું કહી ભત્રીજાને ઘરે બોલાવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
- Advertisement -
સાયલાના ચોરવીરા (થાન) ગામે સગા કાકાએ જમીન ખાતે કરવા મામલે છત પરથી ધક્કો મારી દીધો હતો જેમાં યુવાનની સારવાર દરમિયાન મોત નીપજતા મૃતકના કાકા અને તેના પુત્ર વિરુદ્ધ સાયલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સાયલા તાલુકાના ચોરવીરા (થાન) ગામે વાડી વિસ્તારમાં રહેતા મુનાભાઈ વાહનભાઈ મારુણીયાને પોતાના કાકા સાથે જમીન ખાતે કરવાનો વિવાદ ચાલતો હોય તેવામાં ગત તારીખ 7 ડિસેમ્બરના રોજ સવારના સમયે કાકા રવજીભાઈ પોપટભાઇ મારુણીયાનો મુનાભાઈ પર ફોન આવેલ અને જમીન ખાતે કરવા અંગેના કામ માટે ઘરે બોલાવ્યા હતા જ્યાં કાકા રવજીભાઈ તથા તેઓના પુત્ર અનુભાઇ રવજીભાઈ મારુણીયા ઘરની છત ઉપર બેસી વાતચીત કરતા હોય ત્યારે અચાનક કાકા અને તેના પુત્ર ઉશ્ર્કેરાઈ જઇ મુંબઈને છત પરથી નીચે ધક્કો મારી દેતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પામી હતી આ તરફ વધુ સમય છતાં મુન્નાભાઈ ઘરે નહીં આવતા તેઓના પત્ની કાકાજી સસરાના ઘરે જતા મુન્નાભાઈને માથાના ભાગે ઈજા પામી હોય જેથી પોતાની વાડી ખાતે લઈ આવી રાત્રીના સમયે તમામ સુધી ગયા બાદ બીજા દિવસે સવારે પતિ મુન્નાભાઈ બેભાન હાલતમાં હોવાથી સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા હતા જ્યાં તબીબ દ્વારા મુન્નાભાઈને માથાના ભાગે હેમરેજ થયા હોવાનું જણાવી સારવાર શરૂૂ કરી એકાદ દિવસની સારવાર બાદ મુન્નાભાઈનું મોત થતા પત્ની કિરણબેન દ્વારા કાકાજી સસરા રવજીભાઈ પોપટભાઇ મારુણીયા તથા કુટુંબિક દિયર અનુભાઈ રવજીભાઈ મારુણીયા વિરુધ ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.



