નેપાળના પર્વતીય મુસ્તાંગ જિલ્લામાં રવિવિરના તારા એરલાઇન્સનું વિમાન આ જગ્યાએ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જ્યાંથી 21 મૃતદેહો કબજે કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, વિમાનમાં 4 ભારતીયો સહિત કુલ 22 લોકો પ્રવાસ કરી રહ્યા હતા અને પોખરાથી ઉડયા પછી થોડી મીનીટો પછી તરત જ દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું.
- Advertisement -
તારા એરલાયન્સનું ટર્બોપ્રોપ ટ્વિન ઓટ્ટર 9એન-એઇટી વિમાન રવિવિરના સવારે નેપાળના પર્વતીય વિસ્તારમાં ગુમ થયુ હતુ. કનાડા દ્વારા નિર્મિત વિમાનમાં 4 ભારતીયો, 2 જર્મન, 13 નેપાળી નાગરિકો સહિત કુલ 22 લોકો પ્રવાસ કરી રહ્યા હતા. જેમાં એરલાયન્સના 3 ક્રુ મેમ્બર પણ પ્રવાસ કરી રહ્યા હતા. આ વિમાન પોખરાથી મધ્ય નેપાળમાં આવેલ પ્રખ્યાત પ્રવાસન શહેર જોમસોમ તરફ જઇ રહ્યું હતુ.
નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ(સીએએએન) દ્વારા જાહેર કરવામાં નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બચાવ કર્મચારીઓને ઘટનાસ્થળ પાસેથી 21 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હજુ ગુમ છે. જેમાંથી 10 મૃતદેહોને કાઢમાંડુ લાવવામાં આવ્યા છે, જયારે 11 મૃતદેહો આધાર શિબિર લઇ જવામાં આવ્યા છે. તારા એરલાઇન્સના પ્રવક્તા સુદર્શન બર્તોલાએ જણાવ્યું કે, બચાવ દળ બચેલા એક વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
Nepal plane crash: 12 bodies to be flown to Kathmandu, black box recovered
- Advertisement -
Read @ANI Story | https://t.co/E7DW0MrjX5#NepalPlaneCrash #Nepal pic.twitter.com/7PAAoSDlRX
— ANI Digital (@ani_digital) May 31, 2022
રાષ્ટ્રપતિ વિદ્યા દેવી અને વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ વિમાન દુર્ઘટનામાં પાયલોટ, ક્રુ મેમ્બર અને પ્રવાસીઓએના મૃત્યુ બાબતે દુ:ખ વ્યક્ત કર્યુ છે. સરકારે તારા એરલાઇન્સના વિમાન દુર્ઘટના વિશેના કારણ જાણવા માટે વરિષ્ઠ એવિએશન એન્જીનીયર રતીશ ચેદ્ર લાલા સુમનની અધઅયક્ષતામાં પાંચ સભ્યોની તપાસ સમિતિ બનાવી છે. સમિતિની બેઠકમાં જણાવવામાં આવ્યું કે, પ્રાથમિક તપાસમાં જણાવવામાં આવ્યુ કે, વિમાન ખરાબ વાતાવરણના કારણે જમણી બાજુ ટર્ન લેવા સમયે ડાબી બાજુ ફર્યા પછી દુર્ઘટનાગ્રસ્ત થયું હતુ.
આ વિમાનનો કાટમાળ મુસ્તાંગ વિસ્તારના કોબનમાંથી મળી આવ્યો છે. આ વિમાન રવિવારે દુર્ઘટનાનો શિકાર થયું હતું. તારા એરલાઈન્સની ફ્લાઈટ 9NAET નેપાળના પોખરાથી જોમસોમ જઈ રહી હતી. સવારે લગભગ 10 કલાકે અચાનક ફ્લાઈટ ગુમ થઈ હતી.
દિવસભરની શોધખોળ કર્યા બાદ સાંજે લગભગ 4 કલાકની આસપાસ ફ્લાઈટ ક્રેશ થવાના સમાચાર આવ્યા હતા. પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સહિત લગભગ 22 લોકો સવાર હતા. તેમાંથી 4 મુસાફરો ભારતના, 2 જર્મનીના અને 13 નેપાળના હતા. ફ્લાઈટમાં ચાલક દળના પણ 3 સભ્યો હતા. વિમાન 30 વર્ષ જૂનુ હતું.
ત્રિભુવન ઈંટરનેશનલ એરપોર્ટના ચીફે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ પર તપાસ થઈ રહી છે. નેપાળની સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે જણાવ્યું હતું કે, નેપાળી સેના હવાઈ માર્ગ દ્વારા ઘટનાસ્થળ સુધી પહોંચી ગઈ છે. રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. ક્રેશ થયેલું પ્લેન પાયલટ પ્રભાકર ધિમિરે ઉડાવી રહ્યા હતા. દુર્ઘટનાના કેટલાક સમય પહેલા નેપાળના જોમસોમના એટીસી સાથે વાત કરી હીત અને વાતાવરણ વિશે જાણકારી મળવી હતી.
જો કે, પાયલટ પ્રભાકર ઘિમિરેના પોખરા એરપોર્ટના એટીસી સાથે સંપર્ક થઇ શક્યો નહી. ત્યાર પછી તેમણે જોમસોમ એટીસીએ વાતાવરણ વિશે પૂછપરછ કરી હતી. જોમસોમના એટીસીએ તેમને વાતાવરણ ચોખ્ખું અને હવા ઝડપથી ચાલી રહી છે, તેમ જાણકારી આપી હતી.