નેપાલમાં Gen Z ક્રાંતિ બાદ વચગાળાની સરકારના વડા તરીકે સુશીલા કાર્કીએ કમાન સંભાળી છે. નવા મંત્રીઓના નામને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે ફરી એકવાર યુવાઓમાં નારાજગી જોવા મળી રહી છે. એટલું જ નહિ Gen Z આંદોલનના મુખ્ય હીરો રહેલા સુદન ગુરંગે તો સુશીલા કાર્કીને પદ પરથી હટાવવાની વાત સુદ્ધાં કરી દીધી છે. જાણો શું છે મામલો
સુશીલા કાર્કીથી નારાજ સુદન ગુરંગ
- Advertisement -
સુદન ગુરંગના સંગઠન હામી નેપાળે Gen Z આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેઓ હવે સુશીલા કાર્કીથી નારાજ થતાં દેખાઈ રહ્યા છે. સુદન ગુરંગ આ આંદોલનમાં શહીદ થયેલા લોકોના પરિવારજનોને નવા પીએમ સાથે મુલાકાત કરાવવા માટે બે વાર પ્રયાસો કર્યા. પરંતુ સુશીલા કાર્કી તેમને મળી શક્યા નહિ.
સુદન ગુરંગે કહ્યું કે જેને વડાપ્રધાનની ખુરશી પર બેસાડ્યા તેને બહાર કાઢતાં વધારે સમય પણ નહિ લાગે. એટલું જ નહિ સુદન ગુરંગે નવી સરકારના મંત્રીઓની પસંદગી પ્રક્રિયામાં પોતાને સાઈડલાઈ કર્યા હોવાની નારાજગી પણ વ્યક્ત કરી.
વડાપ્રધાનના સરકારી આવાસની બહાર હંગામો
- Advertisement -
સુશીલા કાર્કી ન મળતાં મૃતકના પરિવારજનો વડાપ્રધાનના સરકારી આવાસની બહાર હંગામો કરતાં નજરે પડ્યાં. જેમાંથી કેટલાક Gen Z સમુહોએ તો સુશીલા કાર્કીના રાજીનામાની માંગ પણ કરી દીધી. પીએમ સુશીલા કાર્કીના આવાસની બહાર પ્રદર્શન કરી રહેલા લોકોનો આરોપ છે કે જે ઓમ પ્રકાશ અર્યાલને ગૃહમંત્રી બનાવવામાં આવી રહ્યા છે. તેમને તો તેમણે જ વાતચીત માટે મોકલ્યા હતા પરંતુ તેઓ પોતે મંત્રી બની ગયા.