કેયુરના કાળાં કારનામા છાપરે ચઢી પોકાર્યા
ખાસ-ખબર સંવાદદાતા
પ્રદ્યુમન રોયલ હાઈટ્સના ફ્લેટધારકો – એસોસિએશનએ કેયુર રૂપારેલ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પ્રદ્યુમન રોયલ હાઈટ્સમાં કેયુર રૂપારેલ અવારનવાર નશો કરી અન્ય ફ્લેટધારકો અને સિક્યુરિટી સ્ટાફ સાથે માથાકૂટ કરતો હોય પ્રદ્યુમન રોયલ હાઈટ્સનાં ફ્લેટધારકો – એસોસિએશને કેયુર રૂપારેલની વિરુદ્ધ પોલીસ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. હવે કેયુર રૂપારેલની ગુંડાગીરી વિરુદ્ધ આવેલી અરજી અંગે યુનિવર્સિટી પોલીસ કોઈ તાપસ કરશે કે પગલાં ભરશે કે કેમ તે જોવું રહ્યું.
પ્રદ્યુમન રોયલ હાઈટ્સના ફ્લેટધારકો, મેનેજર અને ચોકીદારોએ યુનિવર્સિટી પોલીસ સમક્ષ વર્ણવેલી સ્પોટક વિગતોથી એડવોકેટ કેયુર રૂપારેલની દાદાગીરી જગજાહેર થઈ છે. એડવોકેટ કેયુર રૂપરેલ સામે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બાર એસોસિએશન પણ કેયુર રૂપારેલનો પક્ષ લેશે તો કેમ એ ચર્ચા જાગી છે.
- Advertisement -
પ્રદ્યુમન રોયલ હાઈટ્સના D ટાવરમાં ફલેટ નં. 201માં રહેતો કેયુર
પ્રદ્યુમ્ન રોયલ હાઈટ્સના મેનેજર વીરેન્દ્ર ધોત્રેએ ફ્લેટધારકો, ચોકીદારોની સહી તથા પુરાવા સાથે પોલીસ ઈન્સ્પેક્ટર સમક્ષ એવી વિગત વર્ણવી છે કે છેલ્લા આઠ માસથી પ્રદ્યુમન હાઈટ્સમાં રહેવા આવેલ કેયુર રૂપારેલ છેલ્લા ઘણા સમયથી બધા સાથે બેહૂદા વર્તન કરતા હોઈ ફ્લેટધારકોની રજૂઆતોને અનુલક્ષીને મેં કેયુરભાઈને થોડું વર્તન સુધારવા તથા સંપીને રહેવા વિનંતી કરી હતી પરંતુ તેને મારી સાથે પણ અયોગ્ય વર્તન કરતા મેં અમારા બિલ્ડર જ્યોતિરાજસિંહને વાત કરી હતી, કેયુર રૂપારેલ રાજદીપસિંહ જાડેજાને ઓળખતા હોઈ તે માટે જ્યોતિરાજસિંહએ તેમને વાત કરતા રાજદીપસિંહે કેયુર રૂપારેલને બધા સાથે સંપીને રેહવાની શિખામણ આપતા તેમના સાથે પણ કેયુર રૂપારેલે અયોગ્ય વર્તન કર્યું હતું અને થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી.
કેયુર રૂપારેલ વિરુદ્ધ પ્રદ્યુમન રોયલ હાઈટ્સના ફ્લેટધારકો-એસોસિએશનએ પોલીસમાં અરજી કરી
ગઈ તારીખ 27-10-2021ના રોજ બપોરે બેથી ત્રણ વચ્ચે સિક્યુરિટી ગાર્ડ ચમનભાઈએ મને ફોન કરેલ કે હું તથા હિરેનભાઈ ડ્યુટી ઉપર હતા ત્યારે કેયુરભાઈ ગાડી નં. 1111 બ્લેક કલરની ગાડી ફુલ સ્પીડમાં રોંગ સાઈડમાં એન્ટ્રી કરવાના રસ્તા ઉપરથી બહાર જવા માટે આવેલ ત્યારે અમે તેમને આઉટ સાઈડના દરવાજાથી જવા સૂચના આપેલ પરંતુ તેઓએ અમને ધમકી આપેલ કે મારી ગાડી ગમે ત્યાંથી આવે-જાય તો તમારે મને રોકવો નહીં, આડા આવશો તો ગાડી માથે ચડાવી દઈશ. તમે મને નહીં ઓળખતા હોય એવી ધમકી આપી ગાળો બોલી રોંગ સાઈડમાં ફૂલ સ્પીડે ગાડી ચલાવી નીકળી ગયેલ. આ રીતે અવારનવાર કેયુરભાઈ અમારા ગાર્ડના માણસો સાથે બેહુદુ વર્તન કરે છે. એને ધમકી આપે છે. મેનેજરના જણાવ્યા મુજબ ચોકીદારે મને એવી પણ વાત કરી કે તેઓ ફ્લેટના નિયામોનું ઉલ્લંઘન કરી એમ જ ચાલશે, થાય એ કરી લેવાનું કહી બાર એસોસિએશનના નામે ધમકીઓ આપી પોલીસમાં અરજી કરતા અમારે પણ પોલીસની યોગ્ય પગલાં ભરે અને અમને ન્યાય મળે એવી માંગણી કરવી પડી રહી છે.રૂપારેલ છેલ્લાં આઠ મહિનાથી અન્ય ફ્લેટધારકો સાથે માથાકૂટ કરે છે
જ્યાં હોય ત્યાં બાર એસોસિએશનનાં નામે ચરી ખાતાં કેયુર રૂપારેલનું રીઢા ગુનેગાર જેવું વર્તન
ફ્લેટધારકો સાથે ખરાબ વર્તન કરતો તેમજ પોતાની ગાડી ગમે ત્યાં બીજાને અડચણરૂપ થાય તેમ રાખતો, સિક્યુરિટી ગાર્ડ સાથે પણ મારપીટ કરતો કેયુર ખુદને દાદો સમજે છે
- Advertisement -



