પાડોશી દેશ નેપાળમાં 23 ભારતીય નાગરિકોની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા ભારતીય લોકોની ધરપકડ નેપાળના બાગમતી જીલ્લામાં કરવામાં આવી છે.
ભારતીય લોકો પર શું આરોપ છે?
નેપાળ પોલીસે બાગમતી જીલ્લામાંથી 23 ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. નેપાળ પોલીસે આ ભારતીય નાગરિકો પર ઓનલાઈન જુગાર રેકેટ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. નાયબ પોલીસ અધિક્ષક અપિલ કુમાર બોહરાએ આ કામગીરી વિશે માહિતી આપી હતી કે કાઠમંડુથી 10 કિલોમીટર ઉત્તરમાં સ્થિત બુધાનિલકાંઠા નગરપાલિકામાં બે માળની બિલ્ડિંગમાંથી આ ધરપકડ કરવામાં આવી છે.
- Advertisement -
દરોડામાં શું શું મળી આવ્યું?
પોલીસ અધિકારીએ માહિતી આપી છે કે ગુપ્ત માહિતીના આધારે તેમણે ઇમારત પર દરોડા પાડ્યા હતા. બિલ્ડિંગમાંથી 23 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે ભારતીય નાગરિકો પાસેથી 81 હજાર રૂપિયા રોકડા, 88 મોબાઈલ ફોન અને 10 લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ધરપકડ કરાયેલા ભારતીય નાગરિકો પર જુગાર વિરોધી કાયદા હેઠળ આરોપ મૂક્યો છે.
એક અઠવાડિયા પહેલા પણ 10 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી
- Advertisement -
લગભગ એક અઠવાડિયા પહેલા, નેપાળ પોલીસે 3 અબજ રૂપિયાથી વધુના ઓનલાઈન સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને 10 ભારતીય નાગરિકો સહિત 24 લોકોની ધરપકડ કરી હતી. શનિવારે લલિતપુર મહાનગરના સાનેપા વિસ્તારમાં બે ઘરોમાં પોલીસની એક ખાસ ટીમે દરોડા પાડ્યા હતા અને ઓનલાઈન ગેમિંગના નામે લોકોને છેતરતા પકડાયેલા 10 ભારતીય નાગરિકો અને 14 નેપાળી નાગરિકોની ધરપકડ કરી હતી. નેપાળ પોલીસે કહ્યું હતું કે ધરપકડ કરાયેલા મોટાભાગના ભારતીયો ઉત્તર પ્રદેશના હતા. આરોપીઓ લલિતપુરના સાનેપામાં બે ભાડાના મકાનોમાંથી ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટો રમી રહ્યા હતા.