હવસનો શિકાર બનાવનાર પાડોશી સામે ગુનો નોંધી પોલીસે કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જેતપુરના નવાગઢમાં 5 વર્ષની બાળકી સાથે એકલતાનો લાભ લઇ પાડોશી શખ્સે દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે પોક્સો, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતા પરિવારની 5 વર્ષની દીકરી પાડોશમાં રહેતા પરિવારને ત્યાં અવારનવાર રમવા જતી હતી.
દરમિયાન બાળકી નિત્યક્રમ મુજબ પાડોશમાં રહેતા પરિવારને ત્યાં રમવા ગઈ હતી ત્યારે આરોપીની માતા તેના અન્ય મકાને ગયા હોય એકલતાનો લાભ લઇ જીતુ દેવજીભાઈ ભોજાણી ઉ.42 નામના શખ્સે બાળકી પર દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ માતાને સમગ્ર હકીકત વર્ણવી હતી બનાવ બાદ પરિવારજનોએ બાળકીને સારવાર અર્થે ખસેડી હતી અને બાદમાં પરિવારજનોએ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવતા પીઆઈ એ એમ હેરમાની ટીમે દુષ્કર્મ, પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ હવસખોર જીતુ દેવજીભાઈ ભોજાણીની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી અપરિણીત હોય બાળકીને એકલી જોઈને તેનામાં હવસનો કીડો સળવળ્યો હતો અને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



