ન્યૂમોનિયા થયેલ યુવતીને સારવાર અર્થે ખસેડતા મોતને ભેટી હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત તબીબોની બેડકરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે જેમાં રતનપર વિસ્તારમાં રહેતી નિલેશભાઈ ખોખાણીના 24 વર્ષીય પુત્રી કલ્યાણીબેન 16 માર્ચના રોજ ન્યૂમોનિયા થયો હતો જેને લઇ 17 માર્ચના રોજ પરિવારે યુવતીને ડાયાલિસિસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ત્યાં ડાયાલિસિસનું કાર્ય પૂર્ણ કર્યા બાદ યુવતીને આઇ.સી.યુ ખાતે ખસેડતા અચાનક યુવતીનું સુગર લેવલ ઘટી જવાની શંકા પરિવારને હોવાથી વારંવાર અહીંના તબીબોની ટીમને જાણ કરી હતી પરંતુ તબીબ અને નર્સ ટીમ દ્વારા કોઈ ધ્યાન નહીં દેતા સુગર ઘટી ગયું હતી અને અંતે યુવતીની તબિયત વધુ બગડતા સુગર વધારવાની બોટલો ચડાવતા યુવતી બેભાન અવસ્થામાં સારી પડી હતી. જે બાદ 18 માર્ચના રોજ યુવતીનું અચાનક અવસાન થતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. આ મામલે યુવતીના પિતા દ્વારા હોસ્પિટલના તબીબ અને સ્ટાફ સામે બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરી પિતા દ્વારા હોસ્પિટલમાં પેસેન્ટને કોઈ સુવિધા નહીં મળતી હોવાના આક્ષેપ સાથે રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને સુરેન્દ્રનગર સાંસદ સુધીનાઓને લેખિત રજૂઆત કરી હોસ્પિટલ સ્ટાફ અને તબીબ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે.



