– ટાઇ બ્રેકિંગનો નિયમ તેમજ માર્કિંગની પેટર્નમાં પણ ફેરફાર થયો
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યૂજી- 2022 માટે ઓનલાઇન આવેદનની સમય સીમા પૂરી થઇ ગઇ છે. પરિક્ષા 17 જુલાઇના ઓફલાઇન મોડ પર 13 ભાષામાં યોજવામાં આવશે. આ વર્ષ પરીક્ષાનો સમય 3 કલાકથી વધારીને 3 કલાક 20 મિનિટ કરી દીધી છે. જેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નોના જવાબ આપવાનો પૂરતો સમય મળી રહેશે.
- Advertisement -
નીટ યૂજીમાં ટાઇબ્રેકિંગ નિયમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આ વર્ષ ઉંમરનો માપદંડને ફરીથી સમાવેશ કરવામાં આવ્યો છે. નીટ પરીક્ષા આપવા માટે આ વખતે 60,000 વિદ્યાર્થીઓએ અરજી કરી છે.
543 ભારતીય અને 14 વિદેશી શહેરોમાં યોજાશે પરીક્ષા
નીટ યૂજી 543 ભારતીય તેમજ વિદેશી શહેરોમાં યોજવામાં આવશે. જેમાં સૌથી વધુ દક્ષિણ એશિયા તેમજ ખાડીના દેશોમાં યોજાશે. યૂએઇ, થાઇલેન્ડ, શ્રીલંકા, કતાર, નેપાળ, મલેશિયા, નાઇજીરિયા, બહેરીન, ઓમાન, સાઉદીઅરેબિયા, સિંગાપુરના એક કે તેથી વધુ શહેરોમાં કેન્દ્રો રાખવામાં આવ્યા છે. સૌથી વધુ પરીક્ષા કેન્દ્રો આબુધાબી, દુબઇ, શારજહામાં રાખવામાં આવ્યા છે. જ્યારે જેઇઇ-મેઇનની જેમ અમેરિકા, રશિયા, ચીન તેમજ ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોમાં નીટ યૂજીના પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા નથી.