રાજ્યમાં 57197 વિદ્યાર્થીઓ કવોલિફાઈ: દેશમાં 67 છાત્રોએ એક સરખા 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ધો.12 સાયન્સ પછી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી સહિતના જુદા-જુદા કોર્ષમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાયેલ નીટની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયેલ છે. રાજયમાં 100 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન હાંસલ કર્યું છે.
- Advertisement -
જેમાં રાજકોટના ડો. મલય પાઘડારના પુત્ર દર્શ પાઘડારે 99.99 પર્સન્ટાઈલ સાથે પ્રથમ રેન્કમાં સ્થાન મેળવી દબદબો બનાવી રાખ્યો છે. રાજયના ચાર વિદ્યાર્થીઓએ પ્રથમ રેંકમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
ચાલુ વર્ષે લેવાયેલી આ પરીક્ષામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 2406079 વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની સામે 2333297 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી 1316268 વિદ્યાર્થીઓ કવોલિફાઈ થયા છે.
ગુજરાતમાંથી 88022 વિદ્યાર્થીઓ પૈકી 86424 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 57197 વિદ્યાર્થીઓ કવોલિફાઈ થયા છે. દેશના જાહેર કરાયેલા ટોપ 100માં કુલ 6 વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. જેમાં વેદ પટેલ, કીર્તિ શર્મા, દર્શ પાઘડાર અને ઋષભ શાહ પ્રથમ રેંકમાં સ્થાન મેળવ્યું છે. જયારે હાર્વિ પટેલ 81 અને ભૂમિકા શેખાવતે 92માં ક્રમે સ્થાન મેળવ્યું છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા ગત 5 મે ના રોજ નેશનલ એલિજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-યુજી લેવાઈ હતી. દેશના 571 શહેરો અને 4750 સેન્ટરો પરથી 24 લાખથી વધારે વિદ્યાર્થીઓએ નીટ આપી હતી. મહત્વની વાત એ હતી કે, ગત વર્ષ એટલે કે 2023માં 2087452 વિદ્યાર્થઓની સામે ચાલુ વર્ષ 2024માં 2406079 વિદ્યાર્થીએ નીટ આપી હતી. એટલે કે 16 ટકાથી વધુ વિદ્યાર્થી નીટમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે જાહેર કરાયેલા પરિણામમાં 1314160 વિદ્યાર્થી કવોલિફાઈ થયા હતા.
- Advertisement -
એનઆરઆઈ અને ઓસીઆઈ સહિતના વિદ્યાર્થીઓની ગણતરી કરવામાં આવે તો 1316269 વિદ્યાર્થી કવોલિફાઈ થયા છે. ગુજરાતમાંથી 88022 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આજે જાહેર કરાયેલા પરિણામમાં 57197 કવોલિફાઈ થયા છે.
આગામી દિવસોમાં નીટના આધારે મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી સહિતના કોર્સમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાશે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં કેટેગરી પ્રમાણે ટોપ રેંક પણ જાહેર કરાયા છે. ચાલુ વર્ષે સૌથી વધુ એટલે કે 67 વિદ્યાર્થીએ પરીક્ષામાં એક સરખા એટલે કે 99.99 પર્સન્ટાઈલથી વધારે માર્ક મેળવ્યા હોવાથી તમામને પ્રથમ રેંક આપવામાં આવ્યો છે.