પ્રાચીન સમયથી ભારતીય સમાજવ્યવસ્થામાં જ્ઞાતિ જોવા મળે છે. જેમાં અનેક જુદી જુદી જાતિઓ અને પેટા જ્ઞાતિઓવાળું સામાજિક માળખું ધરાવતી વ્યવસ્થા છે. ડો.પંકજકુમાર મુછડીયા જણાવે છે કે જ્ઞાતિને અંગ્રેજીમાં કાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જે પોર્ટુગીઝ ભાષાના કાસ્ટા શબ્દોમાંથી બન્યો છે. જેનો અર્થ પ્રજાતિ થાય છે. જ્ઞાતિ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ ૧૫૬૩માં ગ્રેસીયા કે. ઓર્ટાએ કર્યો હતો. ભારતીય સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં આજે પણ એક યા બીજી રીતે જ્ઞાતિનો પ્રભાવ જોવા મળે છે હિન્દુ સમાજની દરેક જ્ઞાતિ એક અલગ અને સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ૧૯૩૧ ની વસ્તી ગણતરી અનુસાર તે વખતે ભારતમાં આશરે ૩૦૦૦ મુખ્ય જ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવતી હતી. તો આજે ૨૦૨૧ ના સમયમાં આનાથી પણ વધુ જ્ઞાતિઓ વસવાટ કરતી હોય.
- Advertisement -
દરેક જ્ઞાતિ અલગ અને સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. વ્યક્તિને જ્ઞાતિનું સભ્યપદ જન્મને આધારે પ્રાપ્ત થાય છે. વ્યક્તિ પોતાના પ્રયત્નોથી જ્ઞાતિ નો દરજ્જો બદલી શકતી નથી. દરેક જ્ઞાતિના રૂઢિ કે રિવાજો બીજી જ્ઞાતિથી કેટલીક બાબતોમાં જુદા પડતાં તો કેટલીક બાબતોમાં બિલકુલ વિરુદ્ધ હોય છે. દરેકના જ્ઞાતિને પોતાના સભ્યોને લગ્ન ખાનપાન સંપર્કો વિધિવિધાન વ્યવસાય વગેરે લગતા નિયમો હોય છે. આ નિયમોનું પાલન કરાવવા માટેનું વ્યવસ્થાતંત્ર પણ હોય છે.
રોગચાળાથી અને બિમારીથી બચવા માટે જ્ઞાતિ મંડળો પોતાના જ્ઞાતિના સભ્યોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. ૨૧ જૂને ફ્રી એન્ડ વોક વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં ૬ઠ્ઠા ક્રમે આવ્યું છે. જે દર્શાવે છે કે હજુ પણ લોકો વેક્સિન પ્રત્યે જાગૃત નથી. હાલના તબક્કે વેક્સિન ગંભીર બીમારી અને મૃત્યુને રોકવામાં અસરકારક રહી છે ત્યારે વેક્સિનેશન ની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જ્ઞાતિ મંડળમાં કેમ્પનું આયોજન કરવાથી ધાર્યું પરિણામ મેળવી શકાય. શનિ-રવિમાં લોકો ધાર્મિક સ્થળોએ જતાં હોય છે ત્યારે આવા ધાર્મિક સ્થળોએ પણ જ્ઞાતિ મંડળની વાડી હોય છે તો ત્યાં પણ વેક્સિનેશન કામગીરી શરૂ કરવાથી લોકોને સરળતાથી રસી મળી શકે. સાથોસાથ એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપવાથી પર્યાવરણ વિષયક શ્રેષ્ઠ કામગીરી થઈ શકે.