– નાસાના આ મિશનથી જયારે ગ્રહો બન્યા ત્યારે પ્રારંભીક દિવસોમાં કેવા હતા. તેની માહિતી મળશે
વૈજ્ઞાનિકોને પૃથ્વીની નજીકનાં (એટલે કે 32 કરોડ કિલોમીટર દુર) એસ્ટેરોઈડ-ઉલ્ક્પીંડના સેમ્પલ મળ્યા છે. હજી આ સેમ્પલને દુનિયાની સામે ખુલા નથી મુકાયા. વૈજ્ઞાનિકોને ઉલ્કાપીંડનો મૂળ નમુના સિવાય ધૂળ ભરેલા કણો પણ મળ્યા છે.જે વૈજ્ઞાનિકોની અપેક્ષા કરતા પણ બહેતર સાબીત થયા છે. આ કણો સોનાથી પણ વધુ કિંમતી છે.
- Advertisement -
હાલમાં જ ઉલ્કાપીંડ બેન્નુનાં સેમ્પલ એક કેપ્સુલનાં માધ્યમથી ધરતી પર પહોંચ્યા છે.26 સપ્ટેમ્બરે જયારે વૈજ્ઞાનિકોએ ઉલ્કાપીંડના નમુનાનો ડબ્બો ખોલ્યો તો તેમાં ભારે માત્રામાં ઉલ્કાપીંડની સામગ્રી મળી ડબ્બાની દિવાલ પર ધુળ ભરેલા કણો હતા. જોકે હજુ મોટા સેમ્પલવાળો ડબ્બો ખોલાયો નથી.
સેમ્પલ ભરેલૂ કેપ્સુલ 24 સપ્ટેમ્બર અમેરીકાનાં યુશ રણમાં લેન્ડ થયુ હતું. નાસાએ ઉલ્કાપીંડ બેન્નુ માટે ઓસાઈરીલ રેકસ મીશન ચલાવ્યુ હતું 7 વર્ષ સુધી ચાલેલા આ મીશન બાદ સેમ્પલ ધરતી પર લાવવામાં વૈજ્ઞાનિકો સફળ થયા છે.
મિશન ટીમે હ્યુસ્ટનમાં નાસાનાં જોનસન સ્પેસ સેન્ટરમાં પહોંચવાના આગલા દિવસે આ કેપ્સુલ ખોલ્યુ હતું તેને ખોલવા માટે એક કલીન રૂપ બનાવાયો હતો. ઉલ્કાપીંડ એસ્ટોઈડ બ્રહ્માંડનાં નિર્માણ સાથે જોડાયેલ અવશેષ છે.એનાથી એ જાણી શકાય છે કે જયારે ગ્રહો બન્યા તો પ્રારંભીક દિવસમાં કેવા હતા. જોકે ધરતીની નજીક આવી રહેલા ઉલ્કાપીંડ આપણા માટે ખતરો પણ પેદા કરી શકે છે. આ પ્રકારના એસ્ટોરોઈડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે.
- Advertisement -
આ સ્થિતિમાં આપણા માટે તેનો રસ્તો બદલવાને લઈને મહત્સવની જાણકારી આ સેમ્પલથી મળી શકે છે. ઓકટોબર 2020 માં જયારે આ અંતરીક્ષ યાન ઉલ્કાપીંડ બેન્નુની સપાટી પર ગયુ તો પથ્થર ઉછળ્યા હતા.હજુ ઉલ્કાપીંડનો ખરો નમુનો બહાર નથી આવ્યો 11 ઓકટોબર બાદ આ નમુનાને અલગ કરવામાં આવશે.ત્યારબાદ દુનિયા જાણી શકશે કે આખરે કેવો દેખાવ છે ઉલ્કાપીંડનો નમુનો વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ઉલ્કાપીંડના સેમ્પલની સામગ્રીની તપાસ માટે ઈલેકટ્રોન માઈક્રોસ્કોપ, એકસ-રે અને ઈન્ફ્રારેડ સાધનોનો ઉપયોગ કરાશે.