ફાયર બ્રિગેડ સ્ટાફે આગ બુઝાવી: આજુબાજુમાં પડેલી 125 બસ બચાવી લેવાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
આજી ડેમ પાસે અમુલ સર્કલ પાસે આવેલા સીટી બસના ડેપોમાં ત્રંબા-રેલનગર રૂટની જીજે.3એટી-9પ7ર નંબરની સીટી બસ ગેઇટ પાસે ઉભી હતી ત્યારે તેમાં એકાએક આગ લાગતા ડેપો મેનેજર તથા અન્ય બસના ચાલકો સહિતના લોકો એકઠા થઇ ગયા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ આગ કાબુમાં ન આવતા કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના ફાયરમેન શૈલેષભાઇ, અભયસિંહ, જીજ્ઞેશભાઇ તથા જગદીશભાઇ સહિત એક ફાયર સાથે સ્થળ પર પહોંચી આગને કાબુમાં કરી હતી. આગમાં આખી બસ બળીને ખાક થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડ સ્ટાફે બસની આજુબાજુમાં પડેલી 1રપ બસોને બચાવી લીધી હતી.