જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે આગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમ તૈનાત રાખવામાં આવી છે. તેમજ જૂનાગઢ જિલ્લાનાં જુદાજુદા તાલુકામાં કોઝવે ઉપર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.આ અંગે એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડર અજય સિંહે જણાવ્યું કે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ભૂતકાળના અનુભવોના આધારે એક ટીમ અહીંયા તૈનાત રાખવામાં આવી છે.
જો કે હાલ જૂનાગઢ જિલ્લામાં સ્થિતિ એકદમ સામાન્ય છે. પરંતુ એનડીઆરએફની ટીમ પૂર સહિતની આપત્તિઓને પહોંચી વળવા માટે 25 જવાનો સાથેની ટીમ સજ્જ છે. હાલમાં એનડીઆરએફની ટીમ દ્વારા પૂરની સ્થિતિથી બચવા માટે જનજાગૃતિ સંબંધી કાર્યક્રમ રાખવામાં આવી રહ્યા છે.