પરશોતમભાઈ રૂપાલાની ભવ્ય જીતને વધાવી કસ્તુરબાધામ જિલ્લા પંચાયત સીટના સર્વે ગ્રામજનોનો જાહેર આભાર વ્યક્ત કરતાં ભૂપતભાઈ બોદર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
લોક્સભાની ચૂંટણીમાં રાજકોટ લોક્સભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થયો છે ત્યારે આ ભવ્ય જીતના સહભાગી બનેલા રાજકોટ જિલ્લાના સર્વે મતદાતાઓ તેમજ કસ્તુરબાધામ જિલ્લા પંચાયત સીટના સર્વે ગ્રામજનોનો જાહેર આભાર વ્યક્ત કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ ભૂપતભાઈ બોદરએ જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દશકામાં સીમાચિન્હરૂપ નિર્ણયો લેવાયા છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હેઠળ ભાજપના વડપણ હેઠળની એન.ડી.એ. સરકારે સર્વસમાવેશી અને વિકાસલક્ષ્ાી શાસનનું ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડયું છે. આ લોક્સભાની ચૂંટણીમાં એન.ડી.એ.ને મળેલ બહુમતીથી નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુ મજબૂત થશે, રાષ્ટ્રવાદની વિચારધારા વધુ વેગવંતી બનશે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટેના સેવાયજ્ઞમાં રાજકોટ લોક્સભાના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાને જંગી બહુમતીથી મતદાન કરી વિજય થવા બદલ કસ્તુરબાધામ જિલ્લા પંચાયતના ગઢકા તાલુકા પંચાયત સીટમા જંગી લીડ આપવા બદલ તેમજ મુખ્યત્વે ક્ષ્ાત્રીય સમાજની બહુમતી ધરાવતા વડાળી ગ્રામ પંચાયત અને કાળીપાટ ગ્રામ પંચાયતમાં ક્ષ્ાત્રીય સમાજએ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા અને વિકાસની રાજનીતિને સમર્થન આપી પરશોતમભાઈ રૂપાલાને ભવ્ય લીડથી વિજયી બનાવવા સહભાગી બનવા ક્ષ્ાત્રીય સમાજનો તેમજ રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ અને રાજકોટ જિલ્લાના તમામ મતદાતાઓનો જાહેર આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવતા અંતમાં રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ ભૂપતભાઈ બોદરએ જણાવ્યું હતું.