જ્ઞાતિ-જાતી ભૂલીને બિહારે જંગલરાજ વિરુદ્ધ અને વિકાસની તરફેણમાં મતદાન કર્યું
ફરીવાર રાહુલ ગાંધીના કારણે અમે હાર્યા !
- Advertisement -
જેનાં બહુ ગીત ગવાયા એ પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી શૂન્યમાં જ કલીન બોલ્ડ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
બિહાર ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા છે. 243 બેઠકો માટેના વલણો ગઉઅ માટે ક્લીન સ્વીપ સૂચવે છે. NDA 201 બેઠકો પર આગળ છે, જ્યારે મહાગઠબંધન 36 બેઠકો પર આગળ છે.
2020ની સરખામણીમાં NDA 65 થી વધુ બેઠકો મેળવી રહ્યું છે, જ્યારે મહાગઠબંધન લગભગ એટલી જ બેઠકો ગુમાવી રહ્યું છે. ગયા વખતે 43 બેઠકો સુધી મર્યાદિત રહેલું NDA આ વખતે 75+ બેઠકો સાથે આગળ છે. આનો અર્થ એ થયો કે નીતિશ કુમાર સરકાર સત્તામાં પાછી આવે તેવી શક્યતા છે અને નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. આ દરમિયાન ભાજપ 90 બેઠકો પર લીડ સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહી છે. મહાગઠબંધનમાં, આરજેડી 29 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 61 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જે ફક્ત 4 બેઠકો પર આગળ છે. પ્રશાંત કિશોરની જનસુરાજ 243 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જે ખાતું ખોલવાની શક્યતા ઓછી છે. મોટા નામોમાં, તેજસ્વી યાદવે ફરી એકવાર રાઘોપુરમાં આગેવાની લીધી છે. તેમના મોટા ભાઈ તેજ પ્રતાપ મહુઆમાં પાછળ છે. સમ્રાટ ચૌધરી તારાપુરમાં આગળ છે. પવન સિંહની પત્ની કરકટમાં પાછળ છે.
- Advertisement -
અન્ય ઉમેદવારો સાથે અપક્ષો પાંચ અન્ય બેઠકો પર આગળ છે. આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીના બે તબક્કામાં 67.10% મતદાન નોંધાયું હતું. આ એક નવો રેકોર્ડ છે, જે 2020 ની વિધાનસભા ચૂંટણી કરતા લગભગ 10% વધુ છે. ભારતીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, તેજસ્વી યાદવ, આરજેડીના ગઢ રાઘોપુરમાં ભાજપના હરીફથી પાછળ છે. સવારે 11:15 વાગ્યા સુધીમાં તેજસ્વી યાદવને 10957 મત મળ્યા, જ્યારે ભાજપના સતીશ કુમારને 12230 મત મળ્યા. 30 માંથી 4 રાઉન્ડના અંતે હાલમાં રાઘોપુરના ભાજપના ઉમેદવાર 3016 વોટથી લીડ મેળવી રહ્યા છે. કોંગ્રેસ નેતા પવન ખેરાએ બિહાર ચૂંટણી પર ટિપ્પણી કરતા કહ્યું કે, ’પ્રારંભિક વલણો દર્શાવે છે કે જ્ઞાનેશ કુમાર બિહારના લોકો સામે સફળ થઈ રહ્યા છે. આ લડાઈ ભાજપ, કોંગ્રેસ, આરજેડી અને જેડીયુ વચ્ચે નથી. આ જ્ઞાનેશ કુમાર અને ભારતના લોકો વચ્ચે સીધી લડાઈ છે.’
ભાજપ નીતિશ વિના પણ સરકાર બનાવી શકે છે: JDU વિના NDA બહુમતને પાર
મોટા નામોમાં, તેજસ્વી યાદવે ફરી એકવાર રાઘોપુરમાં આગેવાની લીધી છે. તેમના મોટા ભાઈ તેજ પ્રતાપ મહુઆમાં પાછળ છે. સમ્રાટ ચૌધરી તારાપુરમાં આગળ છે. પવન સિંહની પત્ની કરકટમાં પાછળ છે. અન્ય ઉમેદવારો સાથે અપક્ષો પાંચ અન્ય બેઠકો પર આગળ છે. આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીના બે તબક્કામાં 67.10% મતદાન નોંધાયું હતું. આ એક નવો રેકોર્ડ છે, જે 2020 ની વિધાનસભા ચૂંટણી કરતા લગભગ 10% વધુ છે. કોંગ્રેસ નેતા પવન ખેરાએ બિહાર ચૂંટણી પર ટિપ્પણી કરતા કહ્યું કે, ’પ્રારંભિક વલણો દર્શાવે છે કે જ્ઞાનેશ કુમાર બિહારના લોકો સામે સફળ થઈ રહ્યા છે. આ લડાઈ ભાજપ, કોંગ્રેસ, આરજેડી અને જેડીયુ વચ્ચે નથી. આ જ્ઞાનેશ કુમાર અને ભારતના લોકો વચ્ચે સીધી લડાઈ છે.’ બિહારમાં નવી સરકાર બનાવવા માટે એક નવું સમીકરણ ઉભરી આવ્યું છે. તે સમીકરણ નીતિશ કુમાર વિનાની ગઉઅ સરકારનું છે. આનો અર્થ એ થયો કે પહેલીવાર બિહારમાં ભાજપનો પોતાનો મુખ્યમંત્રી બની શકે છે. બપોરે 2 વાગ્યા સુધીના વલણો અનુસાર NDA માં ભાજપ 91 બેઠકો પર, JDU 80 બેઠકો પર, ચિરાગની પાર્ટી LJP(R 22 બેઠકો પર, માંઝીની પાર્ટી HAM 4 બેઠકો પર અને કુશવાહાની પાર્ટી છકખ 4 બેઠકો પર આગળ છે.
ભાજપની 91 બેઠકો + ચિરાગની એલજેપીઍ 22 બેઠકો + માંઝી (NDA)ની 5 બેઠકો + કુશવાહાની (HAM) ની 4 બેઠકો = 122 બેઠકો. બહુમતી માટે 122 બેઠકોની જોઈએ.



