તમિલનાડુમાં ઝેરી દારૂ મામલે પીડિત પરિવારો માટે NCSCના અધ્યક્ષ કિશોર મકવાણાની સરકાર પાસે નોકરી આપવા અપીલ
NCSC પ્રમુખ મકવાણાના તમિલનાડુ સરકાર પર આરોપો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
તમિલનાડુમાં કલ્લાકુરિચી ઝેરી દારૂનો મામલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. આ કેસમાં અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે અને 88 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હવે એસસી કમિશનના અધ્યક્ષ કિશોર મકવાણા પીડિત પરિવારોને મળ્યા હતા. કિશોર મકવાણાએ રાજ્યમાં ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વેચાણ સામે પગલાં ન લેવા બદલ તમિલનાડુ સરકારની ટીકા કરી હતી. કિશોર મકવાણાએ મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી હતી અને સારવાર હેઠળ રહેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.પીડિતોને મળ્યા બાદ કિશોર મકવાણાએ કહ્યું હતું કે, ‘હું ઝેરી દારૂની દુર્ઘટનામાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને સારવાર હેઠળ રહેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.
અમે મૃતકોના પરિવારજનોને મળ્યા.વધુમાં, તેમણે પીડિતોના પરિવારો માટે નોકરી, મકાનો અને શિક્ષણ ભથ્થાની માંગ કરતા કહ્યું, ‘તમામ મૃતકો ખૂબ જ ગરીબ હતા અને તેમના પરિવારના એકમાત્ર કમાતા સભ્યો હતા. તેમના પરિવારોને નોકરી, મકાન અને તેમના બાળકો માટે શિક્ષણ ભથ્થું આપવું જોઈએ. આયોગ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક કાર્યવાહીની માંગ કરે છે. ગયા વર્ષે ગેરકાયદેસર દારૂના કારણે થયેલા મૃત્યુના આંકડાને ટાંકીને, મકવાણાએ ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વેચાણ સામે પગલાં ન લેવા બદલ સરકારની ટીકા કરી, કહ્યું કે આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર દારૂનું ઉત્પાદન અને વેચાણ ચાલી રહ્યું છે. પરંતુ વહીવટીતંત્ર અને સરકારે આ તરફ ધ્યાન આપ્યું ન હતું, ગયા વર્ષે રાજ્યમાં આવી જ એક દુર્ઘટનામાં 23 લોકોએ જીવ ગુમાવ્યા હતા, મોટાભાગના મૃતકો એસસી/એસટી સમુદાયના હતા.