કુલ 14 જેટલા કેમ્પમાંથી પસંદગી પામી રાજકોટનું ગૌરવ વધાર્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં NCC કેડેક્સમાંથી દર્શિત ગોસ્વામીનું વર્ષ 2023ના પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીમાં રાજપથ ખાતે થતી પરેડમાં સિલેક્શન થયું છે. રાજકોટ ખાતેથી ઈન્ટરકોલેજ સિલેક્શનમાં પસંદગી પામી દર્શિત જૂનાગઢમાં ગયો હતો. જ્યાં તેનું સૌરાષ્ટ્રના તમામ કેડેક્સની વચ્ચે ત્રણ કેમ્પમાં સિલેક્ટ થયો હતો. જે બાદ અમદાવાદ ખાતે ગયો. જ્યાં તમામ રાજ્યના કેટેક્સ વચ્ચે તેઓ પસંદગી પામ્યો હતો. આમ કુલ 14 જેટલા કેમ્પમાં પસાર થઈ પસંદગી પામી દર્શિતે દિલ્હી ખાતે યોજાતી પરેડમાં પોતાનું સ્થાન મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યું છે. દર્શિતનો જન્મ 8 સપ્ટેમ્બર 2004ના રોજ રાજકોટ ખાતે થયો છે. તેમના પિતાનું નામ ધર્મેન્દ્રભાઈ અને માતાનું નામ દક્ષાબેન છે. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ રાજકોટની સર્વોદય સ્કુલમાંથી મેળવ્યું છે. જ્યારે આગળનું શિક્ષણ પી.ડી.એમ. કોલેજમાંથી મેળવ્યું છે. ત્યારે સમગ્ર દેશમાંથી સિલેક્ટ થયેલા 148 કેટેક્ટ સિલેક્ટ થયા છે. જેમાં રાજકોટ શહેરમાંથી તેઓ એકમાત્ર પસંદગી પામ્યા છે. ત્યારે પ્રજાસત્તાક દિવસે રાજપથ ખાતે થતી પરેડમાં દર્શિત ગોસ્વામી ભાગ લઈ માતા-પિતા સાથે સૌરાષ્ટ્રનું પણ ગૌરવ વધાર્યું છે.