28 વર્ષ નાની અવનિતને કિસ કરવા પર બોલ્યો નવાઝ
ખાસ-ખબર સંવાદદાતા
નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ ’ટીકુ વેડ્સ શેરુ’ છે. ફિલ્મના ટ્રેલરમાં 49 વર્ષીય નવાઝ તેની 21 વર્ષની કો-એક્ટ્રેસ અવનીત કૌરને કિસ કરતો જોવા મળ્યો હતો. ત્યારથી નવાઝને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. હવે આ લિપ-લોક સીન પર પોતાનો બચાવ કરતા નવાઝે નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યું હતું કે યુવા પેઢીમાં રોમાંસ બચ્યો નથી અને તે શૂન્ય થઈ ગયો છે. બહુ ઓછા લોકો જાણે છે કે ફિલ્મ ’રઈસ’ સિવાય નવાઝે વર્ષ 2000માં રિલીઝ થયેલી ’હે રામ’માં પણ શાહરુખ સાથે કામ કર્યું હતું.
- Advertisement -
જો કે, આ સીન ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે ફિલ્મ ’રઈસ’ સિવાય નવાઝે વર્ષ 2000માં રિલીઝ થયેલી ’હે રામ’માં પણ શાહરુખ સાથે કામ કર્યું હતું. જો કે, આ સીન ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. ઈન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યૂમાં નવાઝે કહ્યું, ’રોમાંસની કોઈ ઉંમર હોતી નથી. એ ઉંમર વગરની છે પણ આજની યુવા પેઢીમાં રોમાંસ જેવું કંઈ બાકી નથી. આ જ કારણ છે કે શાહરુખ ખાન જેવા સેલેબ્સ આજે પણ રોમેન્ટિક રોલ કરી રહ્યા છે.
નવાઝે વધુમાં કહ્યું કે ’આજની પેઢી સોશિયલ મીડિયાની જિંદગી જીવી રહી છે. પછી તે કોઈને પ્રેમ કરે કે પછી કોઈની સાથે સંબંધ તોડી નાખે. યુવા પેઢી આ બધું માત્ર ઓનલાઈન કરે છે. આની પાછળ કોઈ કારણ નથી. જેઓ રોમાંસ જીવ્યા છે તેઓ જ જાણે છે કે કેવી રીતે રોમાંસ કરવો.’ વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો નવાઝ હાલમાં નેહા શર્માની સામે ’જોગીરા સારા રા રા’માં જોવા મળ્યો હતો. તેની પાસે હાલમાં ’હડ્ડી’ અને ’નૂરાની ચેહરે’ જેવી ફિલ્મો છે.
યુવા પેઢીને રોમાંસનો અર્થ ખબર નથી
નવાઝુદ્દીને કહ્યું, ’અમે એ જમાનાના છીએ જ્યારે રોમાંસનો અર્થ કંઈક અલગ જ હતો. અમે વર્ષોથી પ્રેમમાં હતા. આજે શાહરુખ ખાનને રોમેન્ટિક રોલ કરવા પડે છે કારણ કે યુવા પેઢીને રોમાંસ વિશે ખબર જ નથી.’