ખાસ-ખબર સંવાદદાતા
રોડરેઝના એક કેસમાં સજા કાપી રહેલા પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ હાલમાં પટિયાલા સેન્ટ્રલ જેલમાં છે. તેમને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેલમાં તબિયત ખરાબ થતાં તેમની મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમને ફેટી લીવરની ફરિયાદ છે. ડોક્ટરોએ તેમને લો ફેટ અને ફાઇબર ફૂડ લેવાની સલાહ આપી છે. તેમનો ડાયેટ પ્લાન આજે પટિયાલાની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેમને સ્પેશિયલ ભોજન આપવાની પરવાનગી આપી છે.
ડોક્ટરોએ સિદ્ધુને વજન ઘટાડવાની સલાહ આપી છે. સિદ્ધુએ જેલમાં સ્પેશિયલ ફૂડ માટે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટે તેમને હોસ્પિટલમાં લઇ જવા અને તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો.