3,000થી વધુ જ્ઞાતિજનોએ રાસની રમઝટ બોલાવી, શ્રેષ્ઠ ખેલૈયાઓને લાખેણા ઇનામોથી નવાજવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોઢ વણિક મહાજન અને મોઢ વણિક સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ જ્ઞાતિજનો માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિથી આ રાસોત્સવ સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય તેવું મનમોહક દ્રશ્ય જોવા મળ્યું હતું. આ એક દિવસના ભવ્ય આયોજનમાં 3,000થી વધુ જ્ઞાતિજનોએ રાસની રમઝટ બોલાવી હતી. આ રાસોત્સવમાં કોઈપણ વ્યક્તિને રતીભાર પણ તકલીફ ન પડે તેવું જડબેસલાક આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવેશથી લઈ ઇનામ વિતરણ સુધીની વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવી ન હતી. આયોજકોએ ચાર અલગ-અલગ ગ્રુપમાં ખેલૈયાઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે લાખેણા ઈનામોથી નવાજ્યા હતા. ’સેલ્ફી કોર્નર’ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને કુલ 72 વિજેતાઓને પુરસ્કૃત કરાયા હતા, જ્યારે ’એ’ ગ્રુપના તમામ ભૂલકાઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
કાર્યક્રમની સફળતા બાદ જ્ઞાતિજનોએ લાગણી વ્યક્ત કરી કે, અન્ય સમાજોની માફક મોઢ વણિક સમાજ માટે પણ નવે નવ દિવસ ગરબાનું આયોજન કરવું જોઈએ. આયોજકોએ આ લાગણીને સહર્ષ સ્વીકારીને ખાતરી આપી હતી કે, જો બધું સાંગોપાંગ ઉતરશે તો આવતા વર્ષથી જ્ઞાતિજનો માટે નવ દિવસના ગરબાનું આયોજન કરવામાં આવશે.
આ રાસોત્સવમાં હર્ષદભાઈ શાહ, કૃણાલભાઈ મણિયાર, રમેશભાઈ જીવાણી, નીરજભાઈ મહેતા, પંકજભાઈ રાઠોડ, હેમલભાઈ મોદી, સુનિલભાઈ બખાઈ, રમેશભાઈ વોરા, કિર્તીભાઈ મહેતા, મુકેશભાઈ દોશી, હિરેનભાઈ પારેખ, સલોનીબેન પટેલ, વિશાલભાઈ પારેખ, ભરતભાઈ પારેખ, મયુરભાઈ શાહ, અરવિંદભાઈ શાહ, અમિતભાઈ પટેલ, અજયભાઈ ગઢીયા, દીપુભાઈ શાહ, કૌશિકભાઈ કલ્યાણી, મંગલભાઈ શાહ, ડો. ક્રીનાબેન ગાંગડીયા, મોહિતભાઈ બોઘાણી, જીતુભાઈ કલ્યાણી, મહેન્દ્રભાઈ મહેતા, દીપેનભાઈ બાબરીયા, ઉમેશભાઈ શેઠ, કલ્પનાબેન વાડોદરીયા, કિરીટભાઈ બખાઈ, ડી.વી.મહેતા, અરુણભાઈ ચોકસી, રોહિતભાઈ પારેખ, ધવલભાઈ બખાઈ, અંજનાબેન વડોદરીયા, કિશોરભાઈ વોરા, મિલનભાઈ વોરા, જયશ્રીબેન પટેલ, રાજુભાઈ દોશી, રાજેશભાઈ મહેતા, જગદીશભાઈ ભાડલીયા, હરેનભાઈ મહેતા, શુભમભાઈ અંબાણી, કિશોરભાઈ ભડાલીયા, પ્રણંદભાઈ કલ્યાણી, ડો દીપકભાઈ પારેખ, સુકેતુભાઈ વજરીયા અને જયદીપભાઈ પટેલ, પ્રકાશભાઈ ગાંગડિયા સહિતના અગ્રણીઓએ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ ભાગ્યેશ વોરા અને ધર્મેશ શેઠની આગેવાની હેઠળ કીરેન છાપિયા, કેતન પારેખ, સુનીલ વોરા સહિતના અનેક કાર્યકરોએ ભારે જહેમત
ઉઠાવી હતી.



