રાજ્યમાં 371 મોટી સહકારી સંસ્થા પક્ષના કાર્યકરો સાંભળી રહ્યા છે – પાટીલ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં અધ્યક્ષ સ્થાને ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.તથા શ્રી સાવજ જૂનાગઢ દુધ ઉત્પાદન સંઘ લી.ની વાર્ષિક સાધારણ સભાની સાથે પ્રાકૃતિક કૃષિ સંમેલન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહમાં યોજાયું હતું. જેમાં સહકારી આગેવાનો-હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ -બહેનો સહભાગી થયા હતા.
- Advertisement -
આ પ્રસંગે સી. આર. પાટીલે જણાવ્યું કે, ગુજરાતમાં સહકારી ક્ષેત્ર ઉત્તરોત્તર મજબૂત થઈ રહ્યું છે. રાજ્યમાં 371 જેટલી મોટી સહકારી સંસ્થાઓમાં પક્ષના કાર્યકરો સુપેરે જવાબદારીનું વહન કરી રહ્યા છે. લોકોના આર્થિક ઉત્કર્ષ અને સમૃદ્ધિ તરફ લઈ જવાનું કામ પણ સહકારી ક્ષેત્ર દ્વારા થઈ રહ્યું છે. તેમણે જેડીસીસી બેંક તથા સાવજ ડેરીના સુચારું વહીવટ, નફામા નોંધપાત્ર વૃદ્ધિ અને સભાસદોનો વિશ્વાસ જીતવા માટે જેડીસીસી બેંકના ચેરમેન કિરીટ પટેલ અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાને અભિનંદન આવ્યા હતા. આ સાથે બેંક અને ડેરીના માધ્યમથી ખેડૂતો-પશુપાલકોનું આર્થિક ઉપાર્જન વધે છે અને જૂનાગઢ જિલ્લાને સમૃદ્ધિ તરફ આગળ લઈ જવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કેન્દ્ર રાજ્ય સરકારે ખેડૂતોને પણ ઘણી રાહતો આપી છે, ખાતરના ભાવ વધ્યા છે ત્યારે સબસીડી વધારીને ખેડૂતો પર વધારોનો બોજો પડવા દીધો નથી. ખેડૂતોની આવક બમણી કરવા અને આર્થિક અગવડો દૂર કરવા કોઈપણ વચેટીયા વગર ખેડૂતોના સીધા બેંક ખાતામાં વાર્ષિક રૂ. 6000 જમા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને કોઈપણ પ્રકારના ધક્કા કે વિનવણી વગર સીધો તેમનો અધિકાર મળી રહ્યો છે. આ વ્યવસ્થાઓ પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વના કારણે શક્ય બની હોવાનું પણ ઉમેર્યું હતું. તેમણે રાજ્યપાલશ્રી અને રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રાકૃતિક ખેતીને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.