નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CUET UGનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ CUET UGનું પરિણામ જાહેર કર્યું છે. અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ યુજી 2022 માં ભાગ લેનારા ઉમેદવારો હવે CUETની સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in મુલાકાત લઈને પોતાનો સ્કોર ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. કોમન યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા 15 જુલાઈથી 30 ઓગસ્ટની વચ્ચે દેશના 259 શહેરો અને 9 વિદેશી શહેરોમાં છ તબક્કામાં આયોજિત કરવામાં આવી હતી. લગભગ 15 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી.
- Advertisement -
20,000 ઉમેદવારોએ 30 વિષયમાં મેળવ્યાં 100 ટકા
CUET UGની પરીક્ષામાં 20,000 ઉમેદવારોએ 30 વિષયમાં 100 ટકા મેળવ્યાં છે અને તેમાંય સૌથી વધારે અંગ્રેજીમાં માર્ક્સ મેળવ્યાં છે.
CUET (UG) 2022 Results declared. pic.twitter.com/OkSLNHT5yD
— National Testing Agency (@DG_NTA) September 15, 2022
- Advertisement -
યુનિવર્સિટીઓ શરુ કરશે કાઉન્સલિંગ
CUET UGનું પરિણામ જાહેર થયા બાદ હવે યુનિવર્સિટીઓ તેમની કાઉન્સલિંગ પ્રક્રિયા શરૂ કરશે. દિલ્હી યુનિવર્સિટી અને ડો.બી.આર. આંબેડકર યુનિવર્સિટી સહિતની અનેક યુનિવર્સિટીઓએ તેમના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. યુનિવર્સિટીઓ હવે પ્રવેશના માપદંડ, લાયકાત, મેરિટ લિસ્ટ, મેડિકલ ફિટનેસ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન શેડ્યૂલ વગેરેની વિગતો જાહેર કરશે. ધ્યાનમાં રાખો કે એનટીએ કોઈ મેરિટ લિસ્ટ બહાર પાડશે નહીં.
આવી રીતે ચેક કરી શકાશે રિઝલ્ટ
સ્ટેપ 1: સૌ પ્રથમ CUETની સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર જાઓ.
સ્ટેપ 2: પરિણામ જાહેર થયા પછી, હોમ પેજ પર ‘CUET UG પરિણામ 2022 લિંક’ એક્ટિવ થઇ જશે.
સ્ટેપ 3: અહીં લોગિન કરવા માટે તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ/જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
સ્ટેપ 4: CUET UG પરિણામ સ્ક્રીન પર ખુલશે.
સ્ટેપ 5: તેને ચેક અને ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટઆઉટ લઈ શકો છો.
યુનિવર્સિટીઓ એડમિશન માટે મેરિટ લિસ્ટ બહાર પાડશે
રિઝલ્ટ જાહેર થયા બાદ હવે યુનિવર્સિટીઓ અંડરગ્રેજ્યુએટ કોર્ષ માટે તેની મેરિટ યાદી જાહેર કરશે.