વિદ્યાર્થીઓ તેમજ ખેલાડીઓએ ‘ફીટ ઈન્ડિયા’ના શપથ લીધા: રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું
‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત રવિવારે ‘સાયકલ ઓન સન્ડે’નું આયોજન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે તા.29 થી 31 ઓગસ્ટ સુધી “નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ-રેસકોર્સ ખાતે મેયર નયનાબેન પેઢડીયા, સંસદ સભ્યો પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. હોકી ગ્રાઉન્ડ ખાતે હોકીની મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથોસાથ ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ ખેલાડીઓએ ‘ફીટ ઈન્ડિયા’ના શપથ લીધા હતાં. આ સાથે રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે તા. 31મી ઓગસ્ટે ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અન્વયે રાજકોટ મહાનગર તથા નગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે કલેકટર ડો. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ મહેશ જાની, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રા, વિવિધ રમતના કોચ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતા.



