APSEZ મુન્દ્રાએ ફરી એક વખત નોંધપાત્ર સિદ્ધિ સાથે દરિયાઈ ઈતિહાસમાં તેનું નામ રોશન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
વૈવિધ્યસભર અદાણી ગ્રૂપમાં એક નોંધપાત્ર એન્ટિટી તરીકે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (અઙજઊણ) ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી છે, જે ભારતના દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અઙજઊણ એ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં અને દરિયાઈ વેપાર ઉદ્યોગ માટે નવા બેન્ચમાર્ક સેટ કરવામાં સતત કુશળતા દર્શાવતું આવ્યું છે.
મુંદ્રા ખાતેનું અદાણી ઇન્ટરનેશનલ ક્ધટેનર ટર્મિનલ (અઈંઈઝઙક) 21 જાન્યુઆરી, 2024ના રોજ ક્ધટેનર જહાજ ખટ ખજઈ લિવોર્નો સફળતાપૂર્વક 16,569 િૂંયક્ષિું યિીશદફહયક્ષિં ીક્ષશતિં (ઝઊઞ)નું સંચાલન કરી નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ નોંધનીય છે કારણ કે તે અગાઉ અદાણી પોર્ટ્સના જ પોતાના 16,400 ઝઊઞત ના રાષ્ટ્રીય રેકોર્ડને વટાવે છે જે અગાઉ 22 જુલાઈ, 2022 ના રોજ અદાણી પોર્ટ ખાતે સ્થાપિત કરવામાં આવ્યો હતો, જ્યારે ક્ધટેનર કાર્ગો જહાજ ખજઈ ડેનિટ અદાણી પોર્ટ પર લંગારવામાં આવ્યું હતું. ખટ ખજઈ લિવોર્નો, વિશાળકાય 366 મીટર લંબાઈ (સાડા ત્રણ ફૂટબોલ મેદાન જેટલી લંબાઈ) અને 14,000 ક્ધટેનરની વહન ક્ષમતા ધરાવતા આ મહાકાય જહાજે કોલંબોથી આવી અદાણી મુંદ્રા પોર્ટ પર લંગર નાખ્યું હતું. આ જહાજ પર 16,569 ક્ધટેનરનું સંચાલન (લોડિંગ અને અનલોડિંગ) અદાણી પોર્ટસ પર કરવામાં આવ્યું હતું, સફળતા પૂર્વક અહીથી રવાના થયા બાદ આ જહાજે યાન્ટિયન, ચીનની તેની યાત્રા શરૂ કરી હતી. અલ્પ સમયમાં આટલી મોટી સંખ્યામાં એકજ જહાજ પર ક્ધટેનર હેન્ડલિંગની આ સિદ્ધિ અદાણી પોર્ટસની કાર્યક્ષમતા દર્શાવે છે અને મેરીટાઇમ ક્ષેત્રે એક નવી ઊંચાઈ હાંસલ કરે છે. આ રેકોર્ડબ્રેક કામગીરી બાદ કચ્છ વૈશ્વિક દરિયાઈ વેપાર ક્ષેત્રે અનોખી છાપ છોડી જાય છે.
આ સિદ્ધિ ભારતમાં પ્રીમિયર પોર્ટ ફેસિલિટેટર તરીકે અદાણી પોર્ટસને વધુ મજબૂત બનાવે છે તથા જટિલ લોજિસ્ટિક્સ કામગીરીના સંચાલનમાં ટીમના સમર્પણ અને નિપુણતાને પણ ઊભારે છે. અઙજઊણએ ભારતના વેપાર અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે, અદાણી પોર્ટ્સના માઈલસ્ટોન્સ દરિયાઈ અને લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરે છે.